By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અફઘાનિસ્તાને પણ ઈસ્લામબાદ સુધી હવાઈ હુમલા કર્યા, પાકિસ્તાનના 4 સૈન્ય બેઝ લીધા નિશાને
    28 minutes ago
    એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
    1 day ago
    હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
    1 day ago
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    2 days ago
    UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોલકાતામાં 5.5ની તીવ્રતાનો ભારે ભૂકંપ: લોકો ડરને લીધે ઘર-ઓફિસોની બહાર દોડ્યા
    2 hours ago
    મોદી સરકાર આપી રહી છે ક્રેડિટ કાર્ડ, જે ડાયરેક્ટ UPI સાથે લિન્ક, જાણો કોને મળશે ફાયદો
    2 hours ago
    મિત્રો કે સગાં લોન લેતા હોય તો સહી કરતાં પહેલા ચેતજો! લોન ગેરંટર અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો
    2 hours ago
    દુનિયાના નંબર-1 નેતા બન્યા PM મોદી!
    23 hours ago
    ભારત-ઈઝરાયલ વચ્ચે આજે મોટી ડિફેન્સ ડીલની શક્યતા
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    2 hours ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 day ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    2 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    4 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અરૂણ કૃષ્ણમૂર્તિ: પર્યાવરણની સેવા કરવા માટે સમયનું બંધન ન નડે એટલે ગુગલ જેવી કંપનીની નોકરી છોડી દીધી ! 
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > અરૂણ કૃષ્ણમૂર્તિ: પર્યાવરણની સેવા કરવા માટે સમયનું બંધન ન નડે એટલે ગુગલ જેવી કંપનીની નોકરી છોડી દીધી ! 
AuthorShailesh Sagpariya

અરૂણ કૃષ્ણમૂર્તિ: પર્યાવરણની સેવા કરવા માટે સમયનું બંધન ન નડે એટલે ગુગલ જેવી કંપનીની નોકરી છોડી દીધી ! 

Khaskhabar Editor
Last updated: 2022/01/31 at 1:54 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

શૈલવાણી
– શૈલેષ સગપરિયા

ચેન્નાઈથી 29 કિલોમીટર દુર આવેલા મુદિચૂર ગામમાં રહેતો અરુણ કૃષ્ણમૂર્તિ ભણવામાં ખુબ હોશિયાર હતો. અરુણની ઉમર નાની હતી પરંતુ દેશ માટે કંઈક મોટું કરવાના એ સપનાઓ જોતો હતો. ગામનાં પર્યાવરણપ્રેમી સરપંચ એના આદર્શ હતા. નાનો હતો ત્યારથી અભ્યાસની સાથે ગામના તળાવની સફાઈ કરવાના અને વૃક્ષોની જાળવણીના સેવા કાર્યમાં એ અગ્રેસર રહેતો. અભ્યાસ પૂર્ણ કરીને કોઈ સારી કંપનીમાં ઊંચા પગારની નોકરી મળે એવું દરેક વિદ્યાર્થીનું સ્વપ્ન હોય. અરુણને એની કાબેલિયતના દમ પર ગુગલમાં લાખો રૂપિયાના પગાર વાળી નોકરી મળી. વાર્ષિક લગભગ 80 લાખની આસપાસનું પેકેજ હતું.

યુવાન વયે આટલા ઊંચા પગારની નોકરી મળે પછી બીજું શું જોઈએ ? અરુણની હૈદરાબાદમાં નોકરી હતી તે સમય દરમ્યાન પ્રકૃતિપ્રેમને કારણે એ ગુરુનધાન તળાવ જતો. તળાવની ગંદકી જોઈને એનું મન વિચલિત થઇ જતું. એકદિવસ અરુણે સંકલ્પ કર્યો કે ‘મારે આ તળાવને ચોખ્ખું કરવું છે. માત્ર આ એક જ નહિ આખા દેશમાં જ્યાં જ્યાં મોટા તળાવ અને સરોવર ગંદકીથી ખદબદતા હોય એને ચોખ્ખા કરવા માટે મારે કામ કરવું છે. અત્યારે ભલે હું એકલો રહ્યો પણ મને વિશ્વાસ છે કે ધીમે ધીમે મારા અભિયાનમાં લોકો જોડાતા જશે. જેટલા તળાવ-સરોવર સાફ કરી શકાય એટલા કરવા છે અને પર્યાવરણની સેવા કરવી છે.’

- Advertisement -

પર્યાવરણની સેવા કરવા માટે સમયનું બંધન ન નડે એટલે અરુણે વાર્ષિક 80 લાખના પેકેજની ગુગલ જેવી પ્રતિષ્ઠિત કંપનીની નોકરી છોડી દીધી અને ‘ક્રીસ ઇન્ફો મીડિયા’ નામની પોતાની કંપની શરુ કરી. પોતાની કંપનીનું કામ સંભાળવાની સાથે એણે તળાવોને ચોખ્ખા કરવાનું અભિયાન શરુ કર્યું. આ અભિયાનમાં 13 વર્ષથી 19 વર્ષના વિદ્યાર્થીઓને સામેલ કર્યા. શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ પડી પરંતુ પછી વધુને વધુ વિદ્યાર્થીઓ જોડાતા ગયા અને સૌએ સાથે મળીને હૈદરાબાદનાં ગુરુનધાન તળાવને એકદમ ચોખ્ખું કરી દીધું. હૈદરાબાદ પછી દેશના બીજા શહેરોમાં પણ આ તળાવ સફાઈ અભિયાન શરુ કર્યું અને તેમાં સ્થાનિક વિદ્યાર્થીઓને જોડ્યા.

અરુણ જ્યારે વિદ્યાર્થીઓને પર્યાવરણના મહત્વ વિષે અને પોતાના સફાઈ અભિયાનમાં જોડાવા વિષે વાત કરે ત્યારે પ્રવચનોને બદલે વિદ્યાર્થીઓને ગમે એવા ડાન્સ, ડ્રામા, રમતો વગેરે માધ્યામોનો ઉપયોગ કરે જેથી વિદ્યાર્થીઓ બોરિંગ ન થાય અને સરળતાથી વાતને સમજી શકે. એકલપંડે શરુ કરેલી આ સેવામાં આજે સમગ્ર દેશમાંથી 1200થી પણ વધુ યુવાનો જોડાયા છે અને અત્યાર સુધીમાં જુદા જુદા રાજ્યોના 93થી વધુ તળાવો-સરોવરોની ગંદકી દુર કરીને એને ચોખ્ખા બનાવી દીધા છે.

જીવનની સાર્થકતા માત્ર ઊંચા પગારવાળી નોકરીમાં જ નથી. આપણી આંખોને દેશની અને દેશવાસીઓની સમસ્યાઓ દેખાય અને આપણું હૃદય એ સમસ્યાઓ દુર કરવા માટે આપણને ઉશ્કેરે એ જ જીવનની સાર્થકતા છે. નદી, તળાવ અને સરોવરો ચોખ્ખા ન કરીએ તો કોઈ વાંધો નહિ, કમસેકમ ગંદા તો ન કરીએ.

- Advertisement -

You Might Also Like

AI પ્લેટફોર્મનો AI વિશે ઈન્ટરવ્યૂ, જાણો વધુ માહિતી

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

દહેશતના અલગ અલગ રૂપો

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

વેલેન્ટાઇન: તહેવાર કે વેપાર??

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતના આ 5 ગામોને સંઘ પ્રદેશમાં ક્યારેય પણ નથી જોડાવું
Next Article ‘નાગિન 6’ ની લીડ એક્ટ્રેસ કન્ફર્મ: તેજસ્વી પ્રકાશ અને મહેક ચહલ ‘નાગિન’ તરીકે જોવા મળશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાને પણ ઈસ્લામબાદ સુધી હવાઈ હુમલા કર્યા, પાકિસ્તાનના 4 સૈન્ય બેઝ લીધા નિશાને

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
40 દિવસ સુધી મંગળ અને રાહુએ અંગારક યોગ બનાવતા નોકરી-રોકાણ અને યાત્રામાં રાખવી પડશે ખાસ કાળજી
છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ
AIને કારણે 4000 કર્મચારીઓની નોકરી ગઇ, જેક ડોર્સીના નિર્ણયથી સિલિકોન વેલીમાં ખળભળાટ
4 કારણો જેના લીધે ભારતીય શેરબજારમાં અચાનક મોટો કડાકો બોલાયો, 3 લાખ કરોડ ધોવાયા!
કોલકાતામાં 5.5ની તીવ્રતાનો ભારે ભૂકંપ: લોકો ડરને લીધે ઘર-ઓફિસોની બહાર દોડ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

AI પ્લેટફોર્મનો AI વિશે ઈન્ટરવ્યૂ, જાણો વધુ માહિતી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Author

દહેશતના અલગ અલગ રૂપો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?