જામનગર રોડ પર આવેલા ઓવરબ્રિજ સાંઢીયા પુલ હાલ જર્જરિત બની ગયો છે. આ જોખમી પુલ પર અંતે ઊંચી કાર, બસ, ટ્રક સહિતના વાહનો માટે અવરજવર બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
- Advertisement -
મહાનગરપાલિકા અને રેલવે પુલને પહોળો કરશે. મહાનગરપાલિકા દ્વારા બ્રિજની પ્રારંભિક ડિઝાઈન અને વિગતો તૈયાર કરી રેલવેને મંજૂરી અર્થે મોકલી દીધી છે. રેલવેએ ભારે વાહન વ્યવહાર માટે આ બ્રિજને અસલામત જાહેર કર્યો છે.
કોર્પોરેશને લગભગ 40 કરોડના ખર્ચે પુલ વિસ્તૃતિકરણનો પ્રોજેક્ટ બનાવ્યો છે. જેમાં હજુ રેલવેએ તમામ સંમતિ આપી નથી. બીજી તરફ રેલવેના રિપોર્ટના આધારે આ પુલ ભારે વાહનો માટે બંધ કરવા નિર્ણય લેવાયો છે.