ભરત બોઘરાએ મોદીને પાઘડી પહેરાવી જસદણનું પ્રખ્યાત આરતીનું મિની નગારૂ ભેટમાં આપ્યું
આટકોટ પહોંચી મોદીએ હોસ્પિટલનું લોકર્પણ કર્યું હતું. બાદમાં હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધાઓ નિહાળી હતી. હોસ્પિટલના ડો.ભરત બોઘરાએ એક એક મશીનરીની જાણકારી મોદીને આપી હતી. બાદમાં સભાસ્થળે પહોંચતા કિર્તીદાને મોદીજી ભલે પધાર્યા..ના ગીત સાથે સ્વાગત કર્યું હતું. મોદીએ સ્ટેજ પરથી હાથ ઊંચો કરી જનમેદનીનો આવકાર ઝીલ્યો હતો. આટકોટમાં ભરત બોઘરાએ મોદીને પાઘડી પહેરાવી જસદણનું પ્રખ્યાત આરતીનું મિની નગારૂ ભેટમાં આપ્યું હતું.
- Advertisement -
મોદીએ સ્ટેજ પરથી હાથ ઊંચો કરી જનમેદનીનો આવકાર ઝીલ્યો હતો. આટકોટમાં ભરત બોઘરાએ મોદીને પાઘડી પહેરાવી જસદણનું પ્રખ્યાત આરતીનું મિની નગારૂ ભેટમાં આપ્યું હતું.
ગામડાના લોકો ટ્રેક્ટરમાં આટકોટ પહોંચ્યા
આટકોટમાં જવા માટે આસપાસના ગામડાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડીજેના તાલે ગામડાના લોકો ટ્રેક્ટરમાં સવાર થઈ આટકોટ પહોંચી રહ્યા છે. વીરનગર ગામમાં હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ભરત બોઘરાનું ડીજેના તાલે અને 70 શણગારેલા ટ્રેક્ટર સાથે રેલી યોજાઇ હતી.
- Advertisement -
70 ટ્રેક્ટર સાથે રેલી નીકળી
આટકોટ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડો.ભરત બોઘરાનું વીરનગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. 70 ટ્રેક્ટર દ્વારા ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. લોકો ડીજેના તાલ સાથે મનસુખ માંડવીયાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મોહન કુંડારીયા અને ગામના સરપંચ પરેશ રાદડિયા સહિતના ગામના આગેવાનો દ્વારા ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
Prime Minister Narendra Modi to address a public rally shortly at Atkot, Rajkot in Gujarat. Earlier, he inaugurated the newly built Matushri KDP Multispeciality Hospital here. pic.twitter.com/bj1ZC2Kx7R
— ANI (@ANI) May 28, 2022