ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથના પ્રભાસ પાટણનાં સદભાવના ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી જાહેરસભા ને સંબોધશે પ્રધાનમંત્રી અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી આવતી કાલે 20 નવેમ્બર ના રોજ સોમનાથ ખાતે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીલક્ષી જાહેર સભાને સંબોધન કરવા આવનાર હોય આ અંગે સોમનાથ મંદિર તેમજ સભા સ્થળે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લઈ દર્શન પૂજન કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2009 થી સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી છે અને 19 જાન્યુઆરી 2021 થી સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ પદે પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લે 16 માર્ચ 2017 નાં રોજ સોમનાથ આવ્યા હતાં. ત્યારબાદ તેઓની આ પ્રથમ મુલાકાત રહેશે.
પ્રધાનમંત્રીના આગમનને પગલે જડબેસલાક પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા સોમનાથ ખાતે ગોઠવાયો છે. જૂનાગઢ રેન્જ આઇ.જી મયંકસિંહ ચાવડા સ્વયં સોમનાથ ખાતે ખડેપગે છે અને પોલીસ બંદોબસ્ત, સમીક્ષા અને માર્ગદર્શન અને રિહર્સલ સહિત ની કામગીરી સુપેરે પાર પાડી છે. વડાપ્રધાન ના બંદોબસ્ત માં રેન્જ આઇ.જી અને ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા નાં માર્ગદર્શન હેઠળ 7 એસપી, 14 ડીવાયએસપી, 30 પીઆઇ, 80 પીએસઆઇ, 1400 પોલીસ જવાનો અને 2 કંપની એસ.આર.પી ની ખડે પગે રહેશે.વડાપ્રધાનના બંદોબસ્તમાં ત્રણે રેન્જના પોલીસ અધિકારીઓ ઉપરાંત બહારથી પણ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો સલામતી કાર્યમાં જોડાશે.
- Advertisement -
સોમનાથમાં પ્રધાનમંત્રી આગમનને લઈ ‘નો-ફ્લાય ઝોન’નું જાહેરનામું
પ્રધાનમંત્રી ગીર સોમનાથ ખાતે પધારવાના હોય તેમજ ‘બ્લુબુક’ જઙૠ પ્રોટેક્ટિવ કક્ષાની સુરક્ષા ધરાવતા હોય તેમની સુરક્ષાને ધ્યાને લઈ વડાપ્રધાન ની મુલાકાતવાળા સ્થળોને જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જી.ગોહીલ દ્વારા “નો-ફ્લાય ઝોન” જાહેર કરવામાં આવ્યા છે.પોલીસ અધિક્ષક ગીર સોમનાથ તરફથી રજૂ થયેલ દરખાસ્ત અનુસાર સોમનાથ મંદિર તેમજ સદભાવના ગ્રાઉન્ડ ખાતેના સ્થળોએ અને વડાપ્રધાન જે પણ સ્થળોની મુલાકાત લે તેવા તમામ સ્થળોને ‘નો ફ્લાય ઝોન’ તથા ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરવા ફરમાન કરવામાં આવે છે. આ વિસ્તારમાં પરવાનગી સિવાયની તમામ ફ્લાઈટ, હેલિકોપ્ટર, ડ્રોન કે અન્ય તમામ પ્રકારના ઉતરાણ કે ઉડ્ડયન કરવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામું તા.20 નવેમ્બરના રોજ 00.00 થી સાંજે 24.00 કલાક સુધી એક દિવસ માટે અમલમાં રહેશે. આ જાહેરનામાના ઉલ્લંઘન કરનાર સામે ધ ઈન્ડિયન પીનલ કોડની કલમ-188 હેઠળ સજા પાત્ર થશે.