આગામી 10થી 15 જાન્યુઆરી વચ્ચે ભારતીય ટીમ આર્યલેન્ડ સાથે ત્રણ વનડે મેચની સિરીઝ રમશે
નિરંજન શાહ સ્ટેડિયમમાં પ્રથમ વખત વિમેન્સ ટીમની 3 મેચની વનડે સિરીઝ પ્રેક્ષકો વિનામૂલ્યે મેચ નિહાળી શકશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
ટી-20 વર્લ્ડ કપ પછી BCCI દ્વારા ભારતની મહિલા ટીમ માટે વધુ બે ટીમો સાથે શ્રેણીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ડિસેમ્બર 2024માં વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ રમાયા બાદ નવા વર્ષના પ્રારંભે આયર્લેન્ડ સામે વનડે મેચની શ્રેણી રમાવવા જઇ રહી છે. જે તમામ 3 મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમવામાં આવશે. જેના માટે આજે 6 જાન્યુઆરીના રોજ કાલાવડ રોડ પર આવેલ હોટલ સયાજી ખાતે આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમનું આગમન થયું છે. મહિલા ખેલાડીઓનું આરતી અને કપાળે ટીકા કરી બુકે-ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે ભારતીય મહિલા ટીમનું પણ આગમન થશે. હાલમાં રાજકોટમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, એક દાયકા કરતા વધુ સમયથી કાર્યરત આ સ્ટેડિયમમાં પ્રથમ વખત વિમેન્સ ટીમ ક્રિકેટ રમશે. પ્રેક્ષકો માટે એન્ટ્રી ફ્રી રાખવા નિર્ણય સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે.
બંને ટીમોનું સયાજી હોટલમાં રોકાણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ક્રિકેટ રસીકો માટે નવા વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં આનંદો છવાશે. રાજકોટ જામનગર રોડ પર નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત વિમેન્સ ટિમ મહેમાન બની ક્રિકેટ મેચ રમશે અને મહિલા ખેલાડીઓ ચોગ્ગા છગ્ગાના વરસાદ સાથે પ્રેક્ષકોને ખુશ કરી દેશે. આગામી 10, 12 અને 15 જાન્યુઆરી 2025ના રોજ ભારતીય મહિલા ટીમ આર્યલેન્ડ મહિલા ટીમ સાથે ત્રણ વનડે મેચની સિરીઝ રમશે જે મેચની શરૂઆત સવારે 11 વાગ્યાથી થશે. બન્ને ટીમની મહિલા ખેલાડીઓ કાલાવડ રોડ પર આવેલ સયાજી હોટલ ખાતે રોકાણ કરશે.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, ઇન્ડિયાની વિમેન્સ ટીમ પણ ખુબ જ ફોર્મમાં છે. તાજેતરમાં વડોદરામાં પણ મેચ યોજાઈ હતી જેમાં ખુબ સારું પર્ફોમન્સ ટીમનું જોવા મળ્યું હતું એ જ રીતે રાજકોટમાં પણ ટિમનું સારું પર્ફોમન્સ જોવા મળશે. રાજકોટની પીચ ખુબ સારી છે ખેલાડીઓને પસંદીતા પીચ છે માટે અહીંયા પણ ખુબ સારો સ્કોર થશે અહીંયા મેદાનમાં પણ પ્રેક્ષકોને ચોગ્ગા છગ્ગાનો વરસાદ જોવા મળી શકે છે. આ માટે પીચ ક્યુરેટર દ્વારા પણ પીચ તૈયાર કરી દેવામાં આવી છે. બોર્ડ ઓફ કંટ્રોલ કોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (ઇઈઈઈં)નો પણ અમે આભાર માનીએ છીએ કે રાજકોટમાં ત્રણ વિમેન્સ વનડે મેચ માટે શ્રેણી તેમજ 28 જાન્યુઆરીના રોજ ભારત ઇંગ્લેન્ડ માટે ટી-20 મેચની જાહેરાત કરવામાં આવી છે જેથી રાજકોટ અને સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકો સારી રીતે ક્રિકેટ ને માણી શકશે.



