સોનગઢથી આવેલો પદયાત્રા સંઘનો પાલિતાણામાં નગર પ્રવેશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પાલીતાણા ખાતે છ’રી પાલીત સંઘ નું ભવ્ય આગમન સોનગઢ થી પાલીતાણા નો પદયાત્રા સંઘ પાલીતાણા નગર પ્રવેશ સોનગઢ થી શેત્રુંજય મહાતીર્થ પદયાત્રા સંઘમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. જેમા હાથી ઘોડા બેન્ડ બગી સથવારે નગર પ્રવેશ થયો હતો. પાવન નિશ્રા પરમ પૂજ્ય ગચ્છાધિપતિ.આચાર્ય શ્રીમદ વિજય નિત્યાનંદ સુરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જયાનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબ મહારાજ સાહેબ, તેમજ પાવન પધરામણી પૂજ્ય આચાર્યશ્રી અરુણોદય સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય શ્રી અરવિંદ સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદી ઠાણા સંઘપતિ માતૃશ્રી કિરણ દેવી સ્વ પદમચંદજી સમદડીયા પરિવાર લાભ લીધો હતો સંઘનું મેનેજમેન્ટ ઋષભ ઇવેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.