સોનગઢથી પાલિતાણા શત્રુંજય મહાતીર્થનો પદયાત્રા સંઘ પાલિતાણામાં પ્રવેશ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પાલીતાણા ખાતે ખરગાંધી સંઘોત્સવ છ’રી પાલીત સંઘનું ભવ્ય આગમન હૈદરાબાદ થી સોનગઢ થી પાલીતાણા નો પદયાત્રા સંઘ પાલીતાણા ખાતે નગર પ્રવેશ થયો સોનગઢ થી શેત્રુંજય મહાતીર્થ પદયાત્રા સંઘમાં 1200 અધિક સંખ્યામાં ભાવિકો જોડાયા હતા જેમા હાથી ઘોડા બેન્ડ બગી સથવારે નગર પ્રવેશ થયો હતો. શુભમિશ્રા માં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્ વિજય નિત્યાનંદ સુરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ પરમ પૂજ્ય વિમલગચ્છાધિપતિ આચાર્ય પ્રદ્યુમ્ન વિમલસૂરિજી મહારાજ સાહેબ આચાર્ય અભયસેન સુરિશ્વરજી મહારાજ તેમજ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં સોનગઢ થી પાલીતાણા શત્રુંજય મહાતીર્થ નો ભવ્ય પદયાત્રા સંઘ પાલીતાણા નગર પ્રવેશ થયો સંઘપતિ માતૃશ્રી સુક્ધયાબાઈ મોતીલાલજી ખરગાંધી મહેન્દ્રકુમાર યોગેશકુમાર રમેશકુમાર રાજેશ કુમાર ખુશરાજકુમાર ખરગાંધી પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવ્યું સંઘનું સંચાલન સંમકીત ઇવેન્ટ મયુરસંધવી દ્વારા કરવામાં આવેલ હતા.



