MPના ચિખલીગર ગેંગના કુખ્યાત હિસ્ટ્રીશીટરને DCBએ દબોચી લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત રાજ્ય એટીએસના 10 હથિયાર સપ્લાય કરવાના ગુનામાં દસ વર્ષથી અને રાજકોટના 2015ના હત્યા સહિતના ગુનાઓમાં વોંટેડ એમપીના ચિખલીગર ગેંગના કુખ્યાત હિસ્ટ્રીશીટરને ડીસીબીની ટીમે દબોચી લીધો છે.
- Advertisement -
રાજકોટમાં વિવિધ નોંધાયેલા ગુનાઓના ભેદ ઉકેલવાની અને નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિહ ગોહિલની સૂચના અને એસીપી ક્રાઇમ બી બી બસિયાના માર્ગદર્શન હેઠળ ડીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા, પીઆઇ ડામોર અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફના એએસઆઈ જલદીપસિહ વાઘેલા, સુભાષભાઈ ઘોઘારી, ગોપાલભાઈ પાટિલ અને તુલસીભાઈ ચુડાસમાને મળેલી બાતમી આધારે એમપીના બડવાણી જિલ્લાના તલવાડી ગામે દરોડો પાડી ચિખલીગર ગેંગના પ્રીતમસિંગ નિમસિંગ ભાટિયા ઉ.54ની ધરપકડ કરી છે આ અંગે એસીપી ક્રાઇમ ભરત બસિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે પ્રીતમસિંગ ગુજરાત એટીએસના 2015ના દસ હથિયારો સપ્લાય કરવાના ગુનામાં વોંટેડ હતો આ ઉપરાંત રાજકોટના માલવિયાનગર પોલીસના 2015ના હત્યાના ગુનામાં, તાલુકા પોલીસ સ્ટેશનના 2015ના હથિયારના ગુનામાં તેમજ જુનાગઢના હથિયારના ચાર ગુનામાં વોંટેડ હતો આરોપીનો કબજો માલવિયાનગર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.