ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ત્રણ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સી ડીવીજન પોલીસે ઝડપી પાડયો. જૂનાગઢમાં બે અને એક તાલાલા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી તથા વિશ્ર્વાસ ઘાતના ત્રણ ગુનાઓમાં નાસતો ફરતો આરોપી રામ ભગવાનભાઇ કરમટા રહે.ગુંદરણ, તાલાલા વાળાને શહેરનાં ઇવનગર રોડ પરથી ઝડપી પાડયો હતો. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક રવી તેજા વાસમ શેટ્ટીની સુચનાથી સી ડીવીઝન પોલીસ સબ ઇન્સ. જે.એમ.વાળા તથા આઝાદસિંહ સીસોદીયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, રોહીત ધાંધલ સહિતે નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા કામગીરી હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢમાંથી ત્રણ નાસતા-ફરતાં આરોપીની ધરપકડ
