હળવદ તાલુકાના રાતાભેર ગામના વૃદ્ધે ડુંગરપુરની સીમમાં આવેલી જમીન પર પાંચ શખ્સોએ ગેરકાયદેસર કબજો કર્યો હોવાની હળવદ પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જેમાં હળવદ પોલીસે પાંચેય શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા હઠીસંગ ટપુભાઇ ચૌહાણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કે કરમશીભાઇ વિરજીભાઇ કોળી, વેલજી કરમશી કોળી, દેહર કરમશી કોળી, ટીસા કરમશી કોળી અને ઘનશ્યામ કરમશી કોળી રહે તમામ રાતાભેર વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓની માલિકીની જમીન ડુંગરપુરની સીમમાં આવેલી છે. જેમાં આ પાંચેય શખ્સોએ જમીન પર કબજો જમાવી દેતા હળવદ પોલીસ મથકે ગુનો દાખલ કરાતા પોલીસે ગણતરીની કલાકોમાં પાંચેય આરોપીની ધરપકડ કરી છે.
ડુંગરપુરની સીમમાં લેન્ડ ગ્રેબિંગના ગુનાના આરોપીઓની ધરપકડ

Follow US
Find US on Social Medias