બિલ્કીસ TBZના મેનેજર વિશાલને ભાઈ માનતી, તેને કટકે કટકે 80 લાખ રૂપિયા આપ્યા હતા
વિશાલ પાસેથી 80 લાખ પાછા મેળવવા
- Advertisement -
બિલ્કીસ બાનુએ તેને દોઢ કરોડના દાગીના સાથે ઘરે બોલાવ્યો હતો
બિલ્કીસ વિશાલના હાથમાંથી દાગીના લઈ નાસી છૂટી હતી જો કે, ગણતરીની કલાકોમાં પોલીસે ઝડપી લીધી, પિતા અને ભાઈ બન્ને ફરાર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ટીબીઝેડના શો રૂમ સાથે પિતા-પુત્રીએ સાથે મળી દોઢ કરોડના સોના અને ડાયમંડના દાગીનાની લૂંટને અંજામ આપ્યો હતો. જોકે પોલીસે ફરિયાદ નોંધી ગણતરીની કલાકોમાં પુત્રી બિલ્કીસ બાનુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી બિલ્કીસનો પતિ હત્યાના ગુનામાં જેલમાં હોય ફરિયાદીને રૂપિયા આપી સમાધાન કરવા લૂંટનો પ્લાન ઘડ્યો હતો. આ ઉપરાંત બિસ્કીલના સોનાના દાગીના વેચાય જતા તે પણ ફરી ખરીદવા લૂંટનું કાવતરું ઘડ્યું હતું.
મળતી માહિતી મુજબ ટીબીઝેડના મેનેજર વિશાલને બિલ્કીસ બાનુએ ધર્મનો ભાઈ માન્યો છે. અને જે તે સમયે કટકે કટકે બિલ્કીસે વિશાલને 80 લાખ રૂપિયા આપ્યા હતા. જે પાછા મેળવવા માટે બિલ્કીસે કાવતરું રચ્યું હતું. યાજ્ઞિક રોડ પર આવેલા સોનાના આભૂષણોના ટીબીઝેડ શોરૂમ સાથે ઠગાઈની એક નવતર પ્રકારની ઘટના બની છે. રાજકોટ શહેરના યાજ્ઞીક રોડ પર આવેલા ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી (ઝઇણ) નામના શો-રૂમમાં શનિવારે સાંજે 1.48 કરોડના સોનાના દાગીનાની લૂંટ થયાની ઘટના સામે આવી છે. શહેરના બજરંગવાડી વિસ્તારમાં આવેલ મોમીન સોસાયટીમાં રહેતી બિલ્કીસ બાનુ નામની મહિલાએ શનિવારે સાંજે શો-રૂમમાંથી દાગીના જોવા માટે ઘરે મગાવ્યા હતા. આથી શો-રૂમનો વિશાલ નામનો કર્મચારી 1.48 કરોડના અલગ અલગ દાગીના ભરેલું બોક્સ લઇને બજરંગવાડી વિસ્તારમાં ગયો હતો. દરમિયાન ત્યાં પહોચતાની સાથે જ બિલ્કીસ બાનુએ તેના હાથમાંથી બોક્સ ઝુંટવી લઇ બાદમાં કાળા કલરની ક્રેટા કારમાં ભાગી ગયા હતા. જોકે પોલીસને જાણ થતા જ ફરિયાદ નોંધી ગણતરીની કલાકોમાં આરોપી બિલ્કીસ બાનુની ધરપકડ કરી બિલ્કીસના પિતા અને સગીર પુત્રની શોધખોળ હાથ ધરી છે.
- Advertisement -
PI જી.એમ.હડિયા અને PSI જનકસિંહ રાણાની કાબિલેદાદ કામગીરી
લૂંટની ઘટનાની જાણ થતાં જ પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ જનકસિંહ જે. રાણા અને ટીમ તથાએલસીબી ઝોન-2ના પીએસઆઇ એ. એલ. બારસીયા અને તેની ટીમ દોડી ગઇ હતી. એલસીબીની ટીમે લૂંટના દાગીના શોધી કાઢયા હતાં અને ગાંધીગ્રામ પોલીસે બિલ્કીસને દબોચી લીધી હતી. આ ઘટનામાં પોલીસે ટીબીઝેડ શો રૂમમાં મેનેજર તરીકે નોકરી કરતાં રૈયા રોડ તુલસી સુપર માર્કેટ પાસે સવંત સિગ્નેટ એપાર્ટમેન્ટ બ્લોક નં. જી-1204માં રહેતાં વિશાલભાઇ લલીતભાઇ શુક્લ ની ફરિયાદ પરથી બિલ્કીસ, તેના પિતા હનીફ સોઢા અને સગીર પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી બિલ્કીસને લૂંટના દાગીના સાથે દબોચી લીધી છે.
બિલ્કીસ અનેક ગુનામાં સંડોવાયેલી છે
આરોપી બિલ્કીસ બાનુ ગુનાહિત ઇતિહાસ પર નજર કરવામાં આવે તો અગાઉ હત્યા અને પ્રોહિબિશન સહિત ચાર ગુનામાં સંડોવણી સામે આવી છે. જ્યારે તેનો સગીર વયનો પુત્ર કે જેમના ઉપર પણ હત્યા અને પ્રોહિબિશન સહિત ચાર ગુના નોંધાઇ ચૂક્યા છે. જ્યારે તેનો પતિ હત્યાના ગુનામાં જેલમાં સજા કાપી રહ્યો છે