એલસીબીની ટીમે વેલનાથપરાના શખ્સ પાસેથી 16 લાખનો મુદામાલ કબ્જે કર્યો: આર્થિક તંગી દૂર કરવા હાથફેરો કર્યો પણ કઈ વેચી ના શક્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના મોરબી રોડ ઉપર રહેતા અને ચાંદીકામ કરતા વેપારીના ઘરમાં જ કામ કરતો કર્મચારી ગત 17 તારીખે 17.60 લાખની ચાંદી ચોરી નાસી જતા ચકચાર મચી ગઈ હતી ચોરી અંગે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા જુદી જુદી ટીમોએ તપાસ હાથ ધરી હતી દરમિયાન એલસીબી ઝોન 1ની તમે બાતમી આધારે વેલનાથપરાના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી ચોરીમાં ગયેલ 15.48 લાખની ચાંદી અને બાઈક સહીત 16 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં પૈસાની જરૂરિયાત હોય આર્થિક તંગી દૂર કરવા હાથફેરો કર્યો હતો પરંતુ એક રૂપિયાની પણ ચાંદી વેચી શક્યો ન હતો વેચે તે પૃર્વે જ પોલીસે તમામ મુદામાલ સાથે ઝડપી લીધો હતો. રાજકોટના મોરબી રોડ ઉપર સેટેલાઇટ ચોકમાં શિવકુંજ સોસાયટીમાં રહેતા અને ચાંદીકામ કરતા રાહુલભાઈ ઘોડીરામ સાવંતએ તેની સાથે જ કામ કરતા કર્મચારી વિજય નટુભાઈ નાગાણી સામે 17.60 લાખની ચાંદી ચોરી અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત 17 તારીખના ફરિયાદ નોંધાવી હતી ઉપરોક્ત ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા, ડીસીપી હેતલ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન 1 પીએસઆઈ એમ કે મોવલિયા અને ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના એએસઆઈ મનરૂપગિરી ગોસ્વામી, હરેશભાઇ પરમાર અને જગદીશસિંહ પરમારને મળેલી બાતમી આધારે મોરબી રોડ વેલનાથપરા પુલ નીચે સર્વિસ રોડ ઉપર દરોડો પાડી વેલનાથપરાઆમ રહેતા વિજય નટુભાઈ નાગાણી ઉ.28ની ધરપકડ કરી તેની પાસેથી ચાંદીના ચોરસા, ચાંદીની કડલીઓ તથા ચાંદીની કડલીઓ બનાવવાના તાર સહીત 15,47,500 રૂપિયાની કિંમતની 15 કિલો 019 ગ્રામ ચાંદી તથા 50 હજારનું બાઈક સહીત 15,97,500 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં પોતાને પૈસાની જરૂર હોય આર્થિક તંગી દૂર કરવા શેઠના ઘરમાં જ હાથફેરો કર્યો થયો 17 તારીખે ચોરીને અંજામ આપ્યો પરંતુ આ સપ્તાહ દરમિયાન એક રૂપિયાની ચાંદી પણ વેચી શક્યો ન હતો અને ચાંદી વેચે તે પૂર્વે જ પોલીસે ઝડપી લીધો હતો વિજય અગાઉ પણ માલવીયાનગર અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાંદી સહિતની ચોરીમાં પકડાઈ ચુક્યો છે.



