સીએમ બિરેન સિંહના રાજીનામા બાદ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. દરમિયાન, સુરક્ષા દળોએ પૂર્વ ઇમ્ફાલ અને થોબલ જિલ્લામાંથી વિવિધ પ્રતિબંધિત સંગઠનોના 9 આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે શનિવારે આ જાણકારી આપી.
સીએમ બિરેન સિંહના રાજીનામા બાદ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. દરમિયાન, સુરક્ષા દળોએ પૂર્વ ઇમ્ફાલ અને થોબલ જિલ્લામાંથી વિવિધ પ્રતિબંધિત સંગઠનોના 9 આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે શનિવારે આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું કે, અપહરણ અને ખંડણીની પ્રવૃત્તિઓમાં સામેલ પ્રતિબંધિત કંગલીપાક કમ્યુનિસ્ટ પાર્ટી (નોયોન)ના ચાર સક્રિય સભ્યોની શુક્રવારે થૌબલ જિલ્લાના ચિંગડોમપોક વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અન્ય એક ઓપરેશનમાં, સુરક્ષા દળોએ શુક્રવારે ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ખાબેસોઇ વિસ્તારમાંથી ખંડણી પ્રવૃત્તિમાં સામેલ KCP (PWG)ના ચાર સક્રિય સભ્યોની ધરપકડ કરી હતી.
- Advertisement -
પોલીસે શુક્રવારે ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના નુંગોઇ અવંગ લિકાઇ વિસ્તારમાંથી UNLF (Pambei)ના સક્રિય સભ્યની ધરપકડ કરી હતી. “ધરપકડ કરાયેલ વ્યક્તિ ઇમ્ફાલ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ગેરવસૂલી પ્રવૃત્તિઓ અને હથિયારો અને દારૂગોળાની દાણચોરીમાં સામેલ હતો,” તેમણે કહ્યું.
રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ
મણિપુરમાં સીએમ પદ પરથી બિરેન સિંહના રાજીનામા બાદ હવે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે હિંસાને કારણે મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર છે. ગયા રવિવારે બિરેન સિંહે રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળ્યા હતા અને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી નવા મુખ્યમંત્રીના નામને મંજૂરી આપવા માટે ભાજપના નેતાઓની બેઠકોનો દોર શરૂ થયો હતો. મણિપુરના પ્રભારી સંબિત પાત્રા ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા હતા. જો કે હવે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે.
બંધારણના અનુચ્છેદ 174(1) મુજબ, રાજ્ય વિધાનસભાઓની છેલ્લી બેઠકના છ મહિનાની અંદર બોલાવવી ફરજિયાત છે. મણિપુરમાં છેલ્લું વિધાનસભા સત્ર 12 ઓગસ્ટ 2024ના રોજ બોલાવવામાં આવ્યું હતું. પરંતુ ગઈકાલે એટલે કે બુધવારે વિધાનસભા સત્ર બોલાવવાની મુદત પૂરી થઈ ગઈ હતી.