નિહંગોએ યુવકની હત્યા કરી મૃતદેહ લટકાવ્યો
યુવકનો હાથ કાપીને હત્યા, ગળાના ભાગે હુમલો અને મૃતદેહને ખેડૂત આંદોલન સ્થળે મંચ સામે જ લટકાવી દીધો
ખાસ-ખબર સંવાદદાતા
હરિયાણાના સોનીપતની કુંડલી બોર્ડર પર એક યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી છે. ખેડૂતોના આંદોલનના સ્થળ કુંડલીમાં સિંધુ બોર્ડર પર ગુરુવારે રાત્રે એક યુવકની ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હતી. તેને 100 મીટર સુધી ઘસડવામાં આવ્યો હતો, યુવકનો એક હાથ કાપી નાખવામાં આવ્યો હતો અને તેનો મૃતદેહને ખેડૂતોના આંદોલન સ્થળે સ્ટેજ સામે જ લટકાવવામાં આવ્યો છે. યુવક પર ગુરુ ગ્રંથ સાહિબની અપવિત્રતાનો આરોપ છે. જોકે તેને ખેડૂતોના આંદોલનને બદનામ કરવાનું ષડયંત્ર પણ કહેવામાં આવી રહ્યું છે. હાલ કુંડલીના ખેડૂત આંદોલન સ્થળ પરથી જે વાતો સામે આવી રહી છે એમાં નિહંગો દ્વારા યુવાનોની હત્યાની કરાયાની માહિતી આપવામાં આવી રહી છે. આ ઘટના આવે વહેલી સવારે 5 વાગ્યાની હોવાનું કહેવાય છે. શુક્રવારે સવારે કુંડલી બોર્ડર પર સનસનાટી મચી ગઈ હતી, જ્યારે ત્યાં સંયુક્ત કિસાન મોરચાના મુખ્ય મંચ પાસે એક મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. યુવકનો એક હાથ પણ કાપી નાખવામાં આવ્યો છે. પાંચેય આંગળીઓ સાથે આખી હથેળી કાપી નાખવામાં આવી હતી. ગળા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવાનાં નિશાન પણ છે.
માહિતી મળ્યા બાદ કુંડલી પોલીસ સ્ટેશનના પ્રભારી રવિ કુમાર ઘટનાસ્થળે પનિહંગોની કબૂલાત
પાપીએ ગુરુ ગ્રંથ સાહિબની બદનામી કરી, એટલે તેનાં હાથ-પગ કાપી નાંખ્યા
ખાસ-ખબર સંવાદદાતા
સોનીપતની સિંધુ બોર્ડર પર નિહંગોએ યુવકની હત્યા કરીને શબને લટકાવી દીધું છે. આ ઘટનાના ત્રણ વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. એમાંથી એક નિહંગોના કબૂલનામાનો પણ છે. એમાં તે કહી રહ્યા છે, જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ, સિંધુ બોર્ડર પર આ પાપીએ શ્રી ગુરુ ગ્રંથ સાહિબની બદનામી કરી. તેના હાથ અને પગ પણ કાપી નાખવામાં આવ્યા છે.
- Advertisement -
જ્યારે એક બીજો વીડિયોમાં યુવક મરતાં પહેલાં કહી રહ્યો છે કે સચ્ચે પાતશાહ ગુુરુ તેગ બહાદુર નિહંગને મારો વધ કરવાની આજ્ઞા આપો. એ પછી નિહંગનો પણ વીડિયો પ્રકાશમાં આવ્યો, જેમાં તેમણે હત્યા કરવાની વાતને કબૂલી અને હત્યા કરવાનું કારણ પણ જણાવ્યું. સિંધુ બોર્ડર પર હાલ માહોલ તણાવપૂર્ણ છે. મૃતક યુવક અમૃતસરના તરનતારનનો હોવાનું કહેવાઈ રહ્યું છે.હોંચ્યા છે. યુવાનોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસ હાલમાં આ કેસમાં વધુ વિગતો જણાવવાનું ટાળી રહી છે.