ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જૈનોના પવિત્ર તહેવાર પર્યુષણનો પ્રારંભ તા. 1-9-2024 ને રવિવારના રોજ થઈ રહેલ છે, જે અંતર્ગત સ્વ. મુળવંતભાઈ દોમડીયાના આશીર્વાદથી છેલ્લા 51 વર્ષથી કાર્યરત શ્રી સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળ પર્યુષણ મહાપર્વમાં રાજકોટ શહેરમાં પ્રતિક્રમણ કરાવવાની સુંદર વ્યવસ્થા દરરોજ સાંજે 7 વાગ્યે કરવામાં આવી છે.
- Advertisement -
રાજકોટ શહેરમાં ભાઈઓ માટે વિરાણી પૌષધશાળા, જૈન ભુવન, ભક્તિનગર ઉપાશ્રય, શેઠ ઉપાશ્રય- 150 ફૂટ રીંગ રોડ, વિતરાગ- નેમિનાથ ઉપાશ્રય, ગીતગુર્જરી ઉપાશ્રય, જૈન ચાલ-ગોંડલ રોડ, શ્રમજીવી ઉપાશ્રય, નાલંદા ઉપાશ્રય, સદર ઉપાશ્રય, અજરામર ઉપાશ્રય, રામકૃષ્ણનગર ઉપાશ્રય, વૈશાલીનગર ઉપાશ્રય, જંકશન પ્લોટ ઉપાશ્રય, ઉવ્વસગહરં સાધના ભવન, રેસકોર્સ પાર્ક ઉપાશ્રય, નૂતનગુરુ આરાધના ભવન, રોયલ પાર્ક ઉપાશ્રય, ગોંડલ રોડ વેસ્ટ, શીતલનાથ ઉપાશ્રય, સુમતિનાથ ઉપાશ્રય, સોપાન હીલ્સ રાજકોટ ખાતે પ્રતિક્રમણ કરાવવામાં આવશે.
તદ્ઉપરાંત ભાઈઓ તથા બહેનો માટે ગોંડલ રોડ વેસ્ટ ઉપાશ્રય, નાલંદા ઉપાશ્રય, શેઠ ઉપાશ્રય- 150 ફૂટ રીંગ રોડ, ઉવ્વસગહરં સાધના ભવન, જૈન ચાલ, શેઠ પૌષધશાળા- મનહર પ્લોટ, દિનાબેન દોશી- 2 તીરૂપતિનગર, ભાનુબેન ગોડા- તક્ષશિલા, ચાર્મીબેન બદાણી- શ્રોફ રોડ, માધવપ્રેમ એપાર્ટમેન્ટ- મનહર પ્લોટ, સંગીતાબેન દોશી- શિલ્પીન ઓનેક્ષ, અતુલભાઈ કુંભાણી- સિલ્વર ક્લાસીક, જગદીશભાઈ શેઠ- ટ્રીનીટી ટાવર, ભરતભાઈ ખીમાણી- 25-35 જાગનાથ પ્લોટ, જય જિનેન્દ્ર- આરાધના ભવન, હીનાબેન ગાંધી- સિમંધર એપાર્ટમેન્ટ, નીતિનભાઈ કામદાર- કિંગ્સ હાઈટ્સ, જનકલ્યાણ એપાર્ટમેન્ટ, કપીલભાઈ દેસાઈ- સોપાન લકઝુરીયા, વંદનાબેન ગોસલીયા- પ્રદ્યુમન ગ્રીન સીટી- કમલભાઈ પારેખ- અજય એપાર્ટમેન્ટ, હિમાંશુભાઈ પારેખ- મુન ડીલાઈટ એપાર્ટમેન્ટ- અયોધ્યા રેસિડેન્સી પાસે, રાજકોટ ખાતે પર્યુષણ પર્વ દરમિયાન પ્રતિક્રમણ કરવાની સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે.



