સ્ટેટ હાઇવે પર પાણીનો યોગ્ય નિકાલ નહીં કરતા તંત્રનો વિરોધ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી 5 ઇંચ થી 16 ઇંચ મુશળધાર વરસાદ પડતા અનેક ગ્રામ્ય વિસ્તારો સંપર્ક વિહોણા થયા છે તેની સાથે ગામોમાં અને ઘરો પાણી ઘુસી જતા રસ્તાઓ પણ થવાને લીધે ગ્રામજનો હાલકીનો સામનો કરી રહ્યા છે ત્યારે ગઈકાલ રાત્રીના પડેલ વરસાદના લીધે ગિરનાર પહાડોનું પાણી ડુંગરપુર, પાતાપુર સહીતના ગામોમાં પાણી ઘુસી જતા અને તેનો નિકાલ નહિ થતા સ્થાનિકોમોં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જૂનાગઢ ખડીયા રોડ પર ચક્કાજામ કરી તંત્ર સામે વિરોધ કર્યો હતો.
જૂનાગઢના ગિરનાર પર અતિ ભારે વરસાદના લીધે પહાડોનું પાણી ડુંગરપુર અને પાતાપુર ગામ આસપાસ પાણી ફરી વળતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને જૂનાગઢ – ખાડિયા વિસાવદર સ્ટેટ હાઇવેને ચક્કાજામ કરી દેતા રોડ પર બે કિલો મીટરની વાહનોની લાંબી કતારો જોવા મળી હતી ગામમાં પહાડોનું પાણી ઘુસી ગયા બાદ તેનો યોગ્ય નિકાલ નહિ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે વરસાદી પાણીની સમસ્યા મુદ્દે ગ્રામજનો દ્વારા તંત્રને અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય પગલાં નહિ લેતા આજે ગ્રામજનો રસ્તા પર ઉતરી આવતા પોલીસ અને સ્ટેટ હાઇવેના અધિકારીઓ ઘટના સ્થળે જઈ મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો ત્યારે ગ્રામજનો માંગ હતી કે, ગિરનાર તરફથી આવતા વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાય હતા ત્યારે સ્ટેટ હાઇવેએ પાણીનો નિકાલ બંધ કરી દેતા હવે વરસાદી પાણી ઘરોમાં ઘુસી જતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે તંત્ર દ્વારા ખાતરી આપતા મામલો થાળે પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે સત્વરે કામગીરી નહિ કરવામાં આવે તો ફરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી