રાજકોટના રૈયાધારમાં DCP બાંગરવાની અધ્યક્ષતામાં મેગા ડિમોલિશન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્ય સરકારના ગૃહ વિભાગ તરફથી ગુનેગારોનાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે રાજ્યભરની પોલીસને આપવામાં આવેલી સૂચના અન્વયે આજે (19 મે, 2025) વહેલી સવારથી રાજકોટ શહેર પોલીસ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સાથે 38 બૂટલેગરનાં 55 જેટલાં ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યાં છે. પોલીસે વહેલી સવારે 7 વાગ્યાથી રાજકોટ મહાનગર પાલિકા તેમજ પીજીવીસીએલના અધિકારીઓને સાથે રાખી ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ હતી અને કુલ 38 ગુનેગારે 6.52 કરોડ કિંમતની 2610 ચોરસ મીટર જગ્યા પર કરેલાં દબાણને દૂર કરવામાં આવ્યાં છે.
લૂંટ અને મારામારી-પ્રોહિબિશન સહિતના આરોપીઓએ કબ્જો કરેલી 6.52 કરોડની જમીન ખુલ્લી કરાઈ
જે વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવ્યું છે એ રૈયાધાર પરશુરામ ટેકરી નજીક કરાયું છે. અહીં રાજકોટ સ્માર્ટ સિટી પણ આકાર લઇ રહ્યું છે અને સ્માર્ટ વિસ્તારમાં ગુનેગારોએ કરેલાં દબાણને દૂર કરવા માટે પોલીસ અને મનપા તંત્ર દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે પણ ડીસીપી ઝોન 2 વિસ્તારમાં આવેલા આરોપી અજય માનસિંહ પરસોંડાના ઘર પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, જે પોપટપરા શેરી નંબર 14માં આવેલું મકાન હતું. આરોપી વિરુદ્ધ અપહરણ, મારામારી, ચીલઝડપ, રાયોટિંગ, વાહનચોરી સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે.
- Advertisement -
રાજકોટ શહેર ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે કે, ગૃહમંત્રી અને ઉૠઙ સાહેબની સૂચના હતી કે રાજકોટ શહેરમાં જે વારંવાર ગુના કરવાની ટેવવાળા અસામાજિક તત્ત્વો છે તેમની યાદી તૈયાર કરવામાં આવે, સાથે તેમનાં ગેરકાયદે વીજ કનેક્શન કાપવામાં આવે અને ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવે. આ સૂચનાના ભાગરૂપે આજે યુનિવર્સિટીમાં પોલીસ સ્ટેશનમાં 38 જેટલા ગુનેગાર છે તેમના 55 કરતાં વધુ ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. આ આરોપીઓ વિરુદ્ધમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ઘાડ, લૂંટ, મારામારી અને પ્રોહિબિશન સહિતના ગુના નોંધાયેલા છે. અમુક આરોપીઓ સામે 10થી વધુ ગુના દાખલ થયેલા છે અને પાસાની કાર્યવાહી પણ થયેલી છે. જે અસામાજિક તત્ત્વો છે તેમની કમરતોડી પાડવા માટે હાલ કાર્યવાહી ચાલી રહી છે. ભવિષ્યમાં કોઈ વારંવાર ગુના કરશે તો તેમના વિરુદ્ધ પણ આવી જ રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ગત શુક્રવારે પણ રાજકોટના પોપટપરા શેરી નંબર 14માં આરોપી અજય માનસિંહ પરસોંડાના ઘર પર પણ બુલડોઝર ફેરવીને એને તોડી પાડવામાં આવ્યું હતું, જેના વિરુદ્ધ અપહરણ, મારામારી, ચીલઝડપ, રેયોટિંગ, વાહનચોરી સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે. આ કામગીરી સતત ચાલુ જ રહેશે, જેટલા પણ ગુનેગારો છે તેમનાં મકાન આઈડેન્ટિફાય કરી ગેરકાયદે દબાણ હોય તો એને તોડી પાડવામાં આવશે.
ભવિષ્યમાં પણ આરોપીઓ સામે આવી જ કાર્યવાહી કરાશે: DCP
ગુનેગાર અને તેની સામે નોંધાયેલા ગુના…
1) ખુશાલ હમીરભાઇ મેરિયા વિરુદ્ધ પ્રોહિબિશનના 4 અને શરીર સંબંધના 4 ગુના.
2) વાલજી ઉર્ફે પતારિયો લાલજીભાઈ સડામિયા વિરુદ્ધ પ્રોહિબિશનના 9, શરીર સંબંધના 6 અને મિલકતના 3 ગુના.
3) તૌફીક બસીર ખાંડુ વિરુદ્ધ પ્રોહિબિશનના 12, શરીર સંબંધના 3 અને મિલકત સંબંધના 6 ગુના.
4) રાજેશ બીજલ ભોણિયા વિરુદ્ધ પ્રોહિબિશનના 7 અને શરીર સંબંધના 4 ગુના.
5) પીયૂષ પરેશ ડાભી અને ઋત્વિક પરેશ ડાભી વિરુદ્ધ પ્રોહિબિશનના 6, શરીર સંબંધના 5 અને મિલકત સંબંધનો 1 ગુનો.
6) આનંદ ઉર્ફે બાબુ પરમાર વિરુદ્ધ પ્રોહિબિશનના 7 અને શરીર સંબંધના 3 ગુના.
7) પ્રકાશ ડાયા જાદવ વિરુદ્ધ પ્રોહિબિશનના 8 અને શરીર સંબંધના 3 ગુના.
8) ભૂપત દીપસિંહ ચૌહાણ વિરુદ્ધ પ્રોહિબિશનના 11 ગુના.
9) કિરણ જગદીશ પરમાર વિરુદ્ધ પ્રોહિબિશનના 8 ગુના.
10) રૂપલ ઉર્ફે ઋત્વી મુકેશ મકવાણા વિરુદ્ધ પ્રોહિબિશનના 21 ગુના.
11) ચંદા પ્રદીપ મુખર્જી વિરુદ્ધ પ્રોહિબિશનના 12 ગુના.
12) જયા રાયધન સાડમિયા વિરુદ્ધ પ્રોહિબિશનના 16 ગુના.
13) ગુલાબ કમીશ સાડમિયા વિરુદ્ધ પ્રોહિબિશનના 20 ગુના.
14) નીમુ રાજુ વઢવણિયા વિરુદ્ધ પ્રોહિબિશનના 10 ગુના.
15) વસંત પ્રવીણ સાડમિયા વિરુદ્ધ પ્રોહિબિશનના 8 ગુના.
16) વસંત બાબુ વાજેલિયા વિરુદ્ધ પ્રોહિબિશનના 10 ગુના.
17) રાયસિંહ કેશુ વાજેલિયા વિરુદ્ધ પ્રોહિબિશનના 8 ગુના
18) વિક્રમ કેશુ વાજેલિયા વિરુદ્ધ પ્રોહિબિશનના 9 ગુના.
19) કંકુ કેશુ વાજેલિયા વિરુદ્ધ પ્રોહિબિશનના 5 ગુના.
20) ચંપા મનસુખ વાજેલિયા વિરુદ્ધ પ્રોહિબિશનના 13 ગુના.
21) જાનુ રમેશ વાજેલિયા વિરુદ્ધ પ્રોહિબિશનના 27 ગુના.
22) શહેજાદ ઉર્ફે નવાજ જલવાણી વિરુદ્ધ પ્રોહિબિશનના 2, શરીર સંબંધના 4 અને મિલકત સંબંધના 3 ગુના.
23) રાહુલ રાજુ ચૌહાણ વિરુદ્ધ પ્રોહિબિશનના 8, શરીર સંબંધના 2 અને મિલકત સંબંધનો 1 ગુનો.
24) ઉષા વિશાલ વાઘેલા વિરુદ્ધ પ્રોહિબિશનના 7 ગુના.
25) કૌશલ ઉર્ફે કરણ મકવાણા વિરુદ્ધ પ્રોહિબિશનના 4 અને શરીર સંબંધના 6 ગુના.
26) નાથી ગોવિંદ ચાણકિયા વિરુદ્ધ પ્રોહિબિશનના 9 ગુના.
27) રાજુ ધીરુ વઢવાણિયા વિરુદ્ધ પ્રોહિબિશનના 5 ગુના.
28) ગીતા વિનોદ મકવાણા વિરુદ્ધ પ્રોહિબિશનના 12 ગુના.
29) મનસુખ જકશી વાજેલિયા વિરુદ્ધ પ્રોહિબિશનના 8 ગુના.
30) ડિમ્પલ સાગર સાડમિયા વિરુદ્ધ પ્રોહિબિશનના 10 ગુના.
31) મુની અલ્તાફ પરમાર વિરુદ્ધ પ્રોહિબિશનના 15 ગુના.
32) સાયરા મહેબૂબ મુનશી વિરુદ્ધ પ્રોહિબિશનના 14 ગુના.
33) લાલા બીજલ ભોણિયા વિરુદ્ધ પ્રોહિબિશનના 12 અને શરીર સંબંધના 4 ગુના.
34) હસમુખ બાબુ મકવાણા વિરુદ્ધ પ્રોહિબિશનના 4 અને શરીર સંબંધના 2 ગુના.
35) ભીખા ભાનુ અઘારિયા વિરુદ્ધ પ્રોહિબિશનના 16 ગુના.
36) નયના કેશુ જખાનિયા વિરુદ્ધ પ્રોહિબિશનના 14 ગુના.
37) કંચન હિતેશ પરમાર વિરુદ્ધ પ્રોહિબિશનના 8 ગુના.
38) કાજલ મહેશ સાડમિયા વિરુદ્ધ પ્રોહિબિશનના 13 ગુના



