ગત વર્ષે ભારે વરસાદમાં પુલનું ધોવાણ થયું હતું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
માણાવદર તાલુકાના મટીયાણા ગામે એક વર્ષ પહેલા ચોમાસામાં ભારે વરસાદથી પુલ ધોવાઈ જતા હજુ સુધી રીપેર ન થતા 200થી વધુ ખેડૂત રસ્તામાં ફરજિયાત મોટર સાયકલ મૂકીને ચાલીને બીજી તરફ જવું પડે છે. માણાવદર તાલુકાના મટીયાણા ગામ પાસે ઓઝત નદી પસાર થાય છે અને ગત ચોમાસામાં ભારે વરસાદ પડતા આ વિસ્તારનો કોજવે પુલ ધોવાઈ ગયો હતો. બાદમાં રીપેર ન થતા પોતાની વાડી વિસ્તારમાં જવા માટે ખેડૂતો હાલાકી સામનો કરી રહ્યા છે. તાત્કાલિક ધોરણે આ ના રસ્તા નું રીપેર કરવામાં આવે તેવી માંગ કરાય છે.
- Advertisement -
આ અંગે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એમ. જે. વઘાસીયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ભારે વરસાદથી અને ઝાડી ઝાખરાથી આ પુલનું ધોવાણ થયું હતું બાજુમાં બાજુમાં પણ તળાવ હોય ને પાણી જેથી માટી કામ થઈ શકે તેમ ન હોય ઉપરાંત બાજુના ખેડૂતની સહમતીથી રસ્તો આપેલ હતો પરંતુ તાજેતરમાં આ રસ્તો બંધ થઈ કરેલ છે.
ત્યારે લાંબા ગાળાના આયોજન માટે અહીં પુલ બનાવવાની દરખાસ્ત પણ ઉચ્ચ કક્ષાએ મોકલેલ છે અને હાલ કામ ચલાઉ રસ્તા માટે થોડા સમયમાં માટી કામ કરી આપવામાં આવશે.



