જમ્મુ-કાશ્મીરમાં આજે સોમવારે આતંકવાદીઓનું એક મોટું ષડયંત્ર નિષ્ફળ, પોલીસ અને સેના IEDને નિષ્ક્રિય કરવાની કવાયતમાં લાગી
જમ્મુ-કાશ્મીરમાં આજે આતંકવાદીઓનું એક મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. આતંકવાદીઓ ઘાટીમાં પોતાની દહેશત ફેલાવવા તલપાપડ છે. તેવામાં ભારતીય સેના દ્વારા સતત તેમની આ યોજના નિષ્ફળ બનાવવામાં આવી રહી છે. આજે પોલીસના ચોક્કસ ઇનપુટ્સ પર ત્રાલના બેહગુંડ વિસ્તારમાંથી લગભગ 10-12 કિલો IED મળી આવ્યો છે. જોકે હાલમાં પોલીસ અને સેના તેને નિષ્ક્રિય કરવાની કવાયતમાં લાગી છે.
- Advertisement -
સોમવારે સેના અને પોલીસની મોટી કાર્યવાહી
જમ્મુ-કાશ્મીરમાં આજે સોમવારે આતંકવાદીઓનું એક મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. પોલીસના ચોક્કસ ઇનપુટ્સ પર ત્રાલના બેહગુંડ વિસ્તારમાંથી લગભગ 10-12 કિલો IED મળી આવ્યો છે. પોલીસ અને સેના તેને નિષ્ક્રિય કરવાની કવાયતમાં લાગી છે. મહત્વનું છે કે, આ અગાઉ શ્રીનગરના પ્રખ્યાત નિશાત ગાર્ડનની બહાર અચાનક વિસ્ફોટ થયો હતો, જેના કારણે આ અકસ્માતમાં એક નાગરિક ઘાયલ થયો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વિસ્ફોટ ફોરશોર રોડ મુગલ ગાર્ડનની બહાર દાલ તળાવના કિનારે થયો હતો. આ વિસ્ફોટમાં એક નાગરિક ઘાયલ થયો હતો.
નોંધનીય છે કે, રવિવારે સૈન્યના જવાનોએ રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક એક ઉચ્ચ પ્રશિક્ષિત લશ્કર-એ-તૈયબાના માર્ગદર્શકની ધરપકડ કરી હતી. જેણે પાકિસ્તાન આર્મીના ગુપ્તચર એકમ માટે પણ કામ કર્યું હતું. અધિકારીઓનું કહેવું છે કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના સબઝકોટ ગામનો રહેવાસી 32 વર્ષીય તબરીક હુસૈન જ્યારે નિયંત્રણ રેખા પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના કહેવા પ્રમાણે છ વર્ષમાં બીજી વખત તેની ધરપકડ કરવામાં આવી છે.
- Advertisement -
અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લી વખત જ્યારે તે અને તેનો ભાઈ 26 મહિના સુધી જેલના સળિયા પાછળ હતા ત્યારે તેમને અમૃતસરની અટારી-વાઘા બોર્ડરથી પાકિસ્તાન મોકલવામાં આવ્યા હતા. આ વખતે તેની પાસે ફિદાયીન હુમલો કરવાની યોજના હતી. તેમના કહેવા પ્રમાણે જ્યારે સેનાએ તેમની ઘાયલ હાલતમાં ધરપકડ કરી ત્યારે તેણે બૂમો પાડી, હું મરવા આવ્યો છું, મારી સાથે દગો કર્યો. ભાઈ, મને અહીંથી બહાર કાઢો.
અધિકારીઓએ જણાવ્યું કે, તેના પ્રાઈવેટ પાર્ટ અને બગલના વાળ સાફ કરવામાં આવ્યા છે. જો આતંકવાદીઓ જ્યારે આત્મઘાતી મિશન પર હોય છે ત્યારે કરે છે. આ પહેલા રાજૌરીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક મોહમ્મદ અસલમે કહ્યું હતું કે, નૌશેરા સેક્ટરના સહર મકરી વિસ્તારમાં નિયંત્રણ રેખાની રક્ષા કરી રહેલા સૈન્યના જવાનોએ એક ઘુસણખોરની શંકાસ્પદ હિલચાલ જોઈ અને તેણે તેને પડકાર્યો, ત્યારબાદ તેણે દોડવાનું શરૂ કર્યું હતું. જોકે ભારતીય સેનાને તેને દબોચી લીધો હતો.