રોકાણનું ગણિત સરળ છે, વર્તમાનને સુધારો તો ભવિષ્ય આપમેળે સુધરી જાય છે: મેહુલભાઈ રવાણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં અરિહંત ઇન્વેસ્ટમેન્ટના મેહુલભાઈ રવાણી અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડના સંયુક્ત ઉપક્રમે ઘગઊ ખઘછઊ ણઊછઘ વિષય પર માર્ગદર્શક પરિસંવાદ યોજાયો હતો. આ સેમિનારમાં 200થી વધુ રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડના તમામ માળખાની સમજ મેળવી હતી. રાજકોટની ઠાકર હોટેલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમના પ્રારંભે છેલ્લા 23 વર્ષથી રોકાણના ક્ષેત્રે કાર્યરત ફાયનાન્સિયલ કોચ અને અરિહંત ઇન્વેસ્ટમેન્ટના સુપ્રીમો મેહુલભાઈ મહેન્દ્રભાઈ રવાણીએ જણાવ્યું હતું કે, શૂન્ય એટલે ભારતીય બહુપાર્શ્વીય ગાણિતિક વિભાવના. તે એક સાથે સંજ્ઞા, પરિમાણ, દિશાનિર્દેશક અને સ્થાનધારકને વર્ણવવાનું કામ કરે છે. ગણિતશાસ્ત્રના ઇતિહાસમાં સંખ્યાલેખનના અનિવાર્ય અંગ તરીકે ભારતીય શૂન્યની શોધ એક નોંધપાત્ર ઘટના છે.
- Advertisement -
ત્યારે રોકાણ ક્ષેત્રે શુન્ય કઈ રીતે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. અહીં એક વાત સમજવી જરૂરી છે કે રોકાણનું ગણિત બહુ સરળ છે, વર્તમાનને સુધારો તો ભવિષ્ય આપમેળે સુધરી જાય છે તેવું જણાવ્યું હતું.