કોઈપણ વિસ્તારમાં ભય ફેલાવતા લુખ્ખાઓ અંગે ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવા અપીલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યભરમાં વધતી જતી ગુનાખોરી અને લુખ્ખાગીરીને કોઈપણ ભોગે ડામી દેવા અને પોલીસની ધાક બેસાડવા રાજ્યના તમામ શહેરો, જિલ્લાઓના પોલીસ મથકમાં નોંધાયેલા ગુનેગારોની યાદી તૈયાર કરવા ડીજીપીની સૂચના અન્વયે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ 63596 29896 જાહેર કરવામાં આવ્યો છે કોઈપણ વિસ્તારમાં ભય ફેલાવતા તત્વો, લુખ્ખાગિરિ આચરતાં શખ્સોની પોલીસને આ નંબર ઉપર જાણ કરવા અપીલ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચને જાણ કરનાર વ્યક્તિની ઓડખ ગુપ્ત રાખવામાં આવશે અને ભયમુક્ત માહોલ લોકોને પ્રદાન કરવામાં આવશે.
- Advertisement -
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 63596 29896 નંબર જાહેર કરવામાં આવ્યા છે સાથે સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે રાજકોટ શહેરમાં રહેણાંક વિસ્તારો, ઓફિસ કે વ્યવસાયના સ્થળે કે આજુબાજુમાં કે જાહેરમાં કોઈપણ સ્થળે ભય ફેલાવનાર કે લુખ્ખાગિરિ કરનાર કે અન્ય કોઈપણ પ્રકારની ગેરકાયદે કરતાં અસામાજિક તત્વો અંગે તુરંત જાણ કરવી દેશ કે સમાજ વિરોધી પ્રવૃતિ કરતાં કોઈપણ ઇસમો હોય તેનું નામ અને સરનામું જણાવવા અપીલ કરવામાં આવી છે તેમજ જાણ કરનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેમજ યોગ્ય ઈનામ પણ આપવામાં આવશે રાજકોટમાં વસવાટ કરતાં લોકોની સલામતી પોલીસની છે તેમ ખુદ લોકોએ પણ સહકાર આપવી જરૂરી છે.



