જો તમે ઘરની બારીઓ અને દરવાજા પર લગાવેલા કાચને સાફ કરવા માંગો છો તો તેના માટે અમુક સારી ટીપ્સ અમે તમને જણાવી રહ્યાં છે. જેને ફૉલો કરવાથી તમારા ઘરમાં લગાવેલા કાચ નવાની જેમ ચમકવા લાગશે.
કેટલાંક લોકોને સાફ-સફાઈ કરવાની આદત હોય છે. દરરોજ ઘરની સાફ-સફાઈ કરવી જરૂરી પણ હોય છે. પરંતુ આપણે ઘરનુ ફ્લોરિંગ અને અન્ય વસ્તુઓની સફાઈ કરીએ છીએ. પરંતુ બારીઓ અને દરવાજામાં લગાવેલા કાચને સાફ કરવા મોટો ટાસ્ક હોય છે. કાચની બારીઓ ખરાબ પણ જલ્દી થાય છે. લોકો ખરાબ બારીઓને સાફ કરવા માટે મોંઘા ગ્લાસ ક્લીનરનો ઉપયોગ કરે છે, પરંતુ આજે અમે તમને એવી ટીપ્સ જણાવીશું જેનાથી ઘરમાં લગાવેલા કાચ એકદમ નવાની જેમ ચમકવા લાગશે.
- Advertisement -
ખાવાના સોડા
રસોઈમાં વપરાતા ખાવાના સોડાની મદદથી ઘરની બારીઓમાં લગાવેલા કાચને સાફ કરી શકાય છે. જેના માટે થોડી ખાવાની સોડા મુલાયમ કપડા પર લગાવી કાચ પર ઘસો. ત્યારબાદ એક સ્વચ્છ કપડુ અને પાણીની મદદથી બારીઓને સાફ કરો.
- Advertisement -
સિરકા
તમે સિરકાના ઉપયોગથી પણ ઘરમાં લગાવેલા કાચને સાફ કરી શકો છો. જેના માટે તમે એક સ્પ્રે બોટલમાં સિરકાને ભરી લો. હવે જ્યારે પણ સફાઈ કરવાની હોય ત્યારે તેને બારીના કાચ પર સ્પ્રે કરો અને સ્વચ્છ કપડાથી તેને લુસી નાખો.
મીઠું
તમે મીઠાનો ઉપયોગ કરીને બારીના કાચને પણ ચમકાવી શકો છો. જેના માટે પાણીમાં થોડુ મીઠુ મિલાવીને તેનો ઘોલ બનાવી દો. હવે તેને ખરાબ કાચ પર નાખો અને તેને સાફ કરો. મીઠામાં રહેલ કેમિકલ ગંદકીને સાફ કરવામાં મદદ કરશે.