વ્યાજખોર જીતેન્દ્ર આરદેશણા પરિવાર અને ધીરુ કુંગશિયાનો પટેલ પરિવાર પર ભયાનક ત્રાસ
રાજકોટનાં શિસ્તપ્રિય-કડક CP રાજુ ભાર્ગવ આકરાં પગલાં લે તેવી પીડિતોને અપેક્ષા
- Advertisement -
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજ માફીયાઓ દ્વારા નાણાં ઉછીના લેનાર પાસેથી ગેરકાયદે ચામડાતોડ વ્યાજ વસૂલવા, તેમની મિલ્કત પચાવી પાડવા અને તેમને હિજરત કરવાથી લઈ આત્મહત્યા કરવા સુધી મજબૂર કરતી ઘટનાઓ રોકવા ખાસ ઝુંબેશ ચલાવવા ગૃહમંત્રી હર્ષ સંઘવીની સ્પષ્ટ સૂચના છે. હાલ ગુજરાતભરમાં પોલીસખાતા દ્વારા વ્યાજંકવાદ વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં એક એવો વ્યાજંકવાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે કિસ્સામાં જો રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અંગત રસ લઈ વ્યાજખોરોને પકડીને સીધાદોર કરી તેમની પર કડક કાર્યવાહી કરશે તો ઘણી જિંદગીઓ બચી જશે સાથે જ શહેરમાં વ્યાજંકવાદની પ્રવૃત્તિ પર અંશત: પૂર્ણવિરામ આવશે. વ્યાજ માફિયાઓનો ભોગ બનેલા ગીતાબેન શૈલેષભાઈ પટેલે રાજકોટ બી ડિવિઝન પોલીસસ્ટેશનમાં જીતેન્દ્ર આરદેશણા, અરુણા આરદેશણા, અર્જુન આરદેશણા, બ્રિદા આરદેશણા, બીના આરદેશણા, કિશોર આરદેશણા, મનસુખ કલોલા, એલ્વીન કલોલા, પ્રવીણ કોઠારી, તુલસી પાડલિયા, જયંતિ પટેલ, માંડણ કુંગશીયા, ધીરુ કુંગશીયા, મુકેશ વૈષ્ણવ, રામજી વૈષ્ણવ વિરુદ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદી ગીતાબેન શૈલેષભાઈ પટેલની ફરિયાદ મુજબ જીતેન્દ્ર આરદેશણા અને ધીરુ કુંગશીયા સહિતનાઓએ અને તેમના પરિવારજનોએ વ્યાજે લીધેલા પૈસાનું નક્કી કરેલું વ્યાજ ઉપરાંતનું લાખો રૂપિયા વધારાનું વ્યાજ વસૂલી લીધું છે અને કરોડો રૂપિયાની મિલ્કત પણ પોતાના નામે કરાવી લીધી છે અને હજુ વધુ વ્યાજ અને મિલ્કતની માંગણી કરી તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યા છે.
જીતેન્દ્ર આરદેશણા અને ધીરુ કુંગશિયા ભૂતકાળમાં પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે
જીતેન્દ્ર આરદેશણા અને ધીરુ કુંગશીયા બધી રીતે પહોંચેલા અને પૂરા કહી શકાય તેવા ક્રિમિનલ માઈન્ડેડ પર્સન છે. ભૂતકાળમાં પણ આ બંને પર પોલીસ કેસ નોંધાઈ ચૂક્યા છે. જીતેન્દ્ર આરદેશણા અને ધીરુ કુંગશીયા ગંભીર ગુનાઓ કરવા માટે ટેવાયેલા છે. હવે તેમણે રાજકોટના એક પટેલ પરિવારને વ્યાજના વિષચક્રમાં ફસાવીને લાખો રૂપિયાનું વ્યાજ ઉપરાંત કરોડો રૂપિયાની મિલ્કત પોતાના મળતીયાવના નામે કરાવી લીધી છે. જીતેન્દ્ર આરદેશણા અને ધીરુ કુંગશીયા વ્યાજખોરી સહિત ઘણા ગુનાઓ આચરતા આવ્યા છે, ગુનાખોરી અટકાવવામાં માટે આ બંને અને તેમની સાથે સંકળાયેલા વિરુદ્ધ કડક કાયદાનો કોરડો વીંધાઈ તે અત્યંત આવશ્યક છે.
વ્યાજખોર જીતેન્દ્ર આરદેશણા અને ધીરુ કુંગશીયાના ચુંગાલમાંથી છોડાવવા માટે રાજકોટ બી ડિવિઝન પોલીસસ્ટેશનમાં કરેલી ગીતાબેન શૈલેષભાઈ પટેલની અરજીમાં જણાવાયું છે કે, તેમણે જીતેન્દ્ર આરદેશણા પાસેથી વ્યાજે લીધેલા 3.35.00.000 રૂપિયાના બદલામાં 5.10.00.000 રૂપિયા ચૂકવી દીધા છે છતાં જીતેન્દ્ર આરદેશણાએ ગેરકાયદે મિલ્કત પોતાના નામે કરી લીધી છે એટલું જ નહીં, હજુ વધુ રકમ પડાવવા અને મિલ્કત પોતાના નામે કરવા માટે ધાક-ધમકીઓ આપે છે. આ કૃત્યમાં તેમનો સાથ ધીરુ કુંગશીયા સહિતના આપી રહ્યા હોય આ વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે વ્યાજંકવાદથી પીડિત ગીતાબેન શૈલેષભાઈ પટેલે રાજકોટ બી ડિવિઝન પોલીસસ્ટેશનમાં ફરિયાદ કરી છે. વ્યાજખોરોથી પીડિત પટેલ પરિવારને ન્યાય અપાવવા માટે વ્યાજખોરો વિરૂદ્ધ કડક પગલાં ભરાય તે જરૂરી છે.
- Advertisement -
ત્રણ કરોડ રૂપિયા સામે પાંચ કરોડ રોકડાં પણ લઈ લીધાં અને કરોડોની જમીન પણ લખાવી લીધી
જીતેન્દ્ર આરદેશણાએ જમીન લખાવી પૈસા આપ્યા અને પૈસા-વ્યાજ વસૂલી લીધા બાદ જમીન પરત ન લખી લીધી
ગીતાબેન શૈલેષભાઈ પટેલે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની ગોંડલ તાલુકાના મોવિયા ગામે, રૂપાવટી ગુંદાળા ગામે, બિલિયાળા ગામે, જેતપુર તાલુકાના રબારીકા ગામે, લોધિકા તાલુકાના ચિભડા ગામે, પીપળિયા પાળ ગામે આવેલી વિવિધ ખેતી-બિનખેતીની કરોડો રૂપિયાની જમીન જીતેન્દ્ર આરદેશણાએ પોતાના અને તેમના મળતીયાવના નામે લખાવી લીધી છે. જીતેન્દ્ર આરદેશણાએ પૈસા વ્યાજે આપવાના બદલામાં આ તમામ મિલ્કત પોતાના જાણીતાઓના નામે કરાવી લીધી હતી, જેના બદલામાં તેણે ગીતાબેન શૈલેષભાઈ પટેલને વ્યાજે પૈસા આપ્યા હતા. ત્યારબાદ જીતેન્દ્ર આરદેશણાએ વ્યાજે આપેલા પૈસાની મૂળ કિંમત અને તેની પર લાખો તોતિંગ વ્યાજ વસૂલી લીધું હતું. હજુ વધુ પૈસા પડાવવાની અને મિલ્કત પચાવી પાડવાની લાલચમાં તેણે કરોડો રૂપિયાની ખેતી-બિનખેતીની જમીનના દસ્તાવેજ ગીતાબેન શૈલેષભાઈ પટેલને પરત લખી આપ્યા નથી. આમ, ગીતાબેન શૈલેષભાઈ પટેલ પાસેથી જીતેન્દ્ર આરદેશણાએ વ્યાજે પૈસા આપવાના મામલે પૈસા, વ્યાજ અને મિલ્કત ત્રણેય કટકટાવી લીધા છે.
CP રાજુ ભાર્ગવ પાસે વ્યાજખોરથી પીડિત પટેલ પરિવારને ન્યાયની આશા
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ એક શિસ્ત અને ન્યાય પ્રિય પોલીસ અધિકારી છે. તેમણે ઘણા નિર્દોષ લોકોને ન્યાય અને દોષિત ગુનેગારોને સજા અપાવી છે ત્યારે ફરી એકવાર રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ વ્યાજખોર જીતેન્દ્ર આરદેશણા અને ધીરુ કુંગશીયા સહિતઓના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયેલા ગીતાબેન શૈલેષભાઈ પટેલ અને તેમના પરિવારને છોડાવે એવી તેઓ આશા રાખી રહ્યા છે. જીતેન્દ્ર આરદેશણા અને ધીરુ કુંગશીયાએ બીજા કેટલાંક લોકો સાથે મળીને વ્યાજે પૈસા આપવાના મામલે કરોડો રૂપિયા અને મિલ્કત ગીતાબેન શૈલેષભાઈ પટેલ પાસેથી લૂંટી લીધા છે અને હજુ તેમનો અસહ્ય ત્રાસ અને માંગણીઓ પટેલ પરિવાર પાસે ચાલું જ છે. હવે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ ક્યાં પ્રકારે પટેલ પરિવારને ન્યાય અપાવશે અને જીતેન્દ્ર, ધીરુ સહિતઓને કાયદાનો પાઠ ભણાવશે તેની પર સૌની મિટ મંડાયેલી છે.