આધાર કાર્ડની કામગીરીમાં બેદરકારી બદલ કમિશનર આરદેશણાથી ખૂબ નારાજ થયાં હતાં
નરેન્દ્ર આરદેશણા શાસનાઘિકારી તરીકે તો માન મોભા અને પોતાની પત્નીને વ્યવસ્થિત ગોઠવી શકાય તે માટે જ શિક્ષણ સમિતિમાં વધારે લાગણી બતાવતા રહે છે, તેમના પત્ની પણ કોઈ કામગીરી જાતે કરી શકતા નથી, આરદેશણાના નામ ઉપર કામ કરાવી લેવામાં માને છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નરેન્દ્ર આરદેશણા અણઆવડતને લીધે હરહંમેશ પોતાના મુખ્ય કામની જવાબદારી માથી છટકવાની કોશિષ કરતા રહે છે અને બીજા લોકોને પોતાનાથી નીચા બતાવવાનો પ્રયત્ન કરે છે. જેથી મનપાના અન્ય બ્રાંચના હવાલા લઇ લાઈબ્રેરીની મુખ્ય કામગીરીથી અળગા રહે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમા પણ શાસનાધિકારીનો ચાર્જ લેવા અનેક વાર ટેસ્ટર અડાડી ત્રણ-ત્રણ વાર પોતાનું ધાર્યું કર્યું. તેવી જ કારીગરી ચૂંટણી બ્રાંચ અને આધારકાર્ડ કામગીરીમા પણ બતાવી છે. આધારકાર્ડ કામગીરીમાં કમિશનર ખૂબ નારાજ પણ થયેલા અને તુરંત ચાર્જ છીનવી અન્યને સોંપેલ. પોતાની નિમણૂંક થયેલ મુખ્ય કામમાં પોતે કોઈ આવડત ધરાવતા નથી તે બધા જાણે છે જેથી સમયાંતરે કોઈ સારા રીડર કે તજજ્ઞ જોડે ઘર્ષણ થતાં રહે છે. આ બાબતે મનપા શાસક પક્ષના દંડક મનીષ રાડિયા જે પ્રખર રીડર છે તે નરેન્દ્ર આરદેશણા અને સુનીલ દેત્રોજાને કામગીરી બાબતમાં સતત ટકોર કરતાં રહે છે.
નરેન્દ્ર આરદેશણા શાસનાઘિકારી તરીકે તો માન મોભા અને પોતાની પત્નીને વ્યવસ્થિત ગોઠવી શકાય તે માટે જ શિક્ષણ સમિતિમાં વધારે લાગણી બતાવતા રહે છે, તેમના પત્ની પણ કોઈ કામગીરી જાતે કરી શકતા નથી આરદેશણાના નામ ઉપર કામ કરાવી લેવામાં માને છે. વળી તપાસ કરવામાં આવે તો લાઈબ્રેરી માટે જે હંગામી ડ્રાઇવર મુકેલ છે તે આરદેશણાના પત્નીની ગાડી ચલાવે છે તેનો ખર્ચ ક્યાં પાડવામાં આવે છે..!
- Advertisement -
બીજી વાર જ્યારે આરદેશણા ચાર્જમાં આવ્યા ત્યારે પોતાની પત્નીને જીલ્લા બદલીમાં વ્યવસ્થિત ગોઠવ્યા બાદ જ્યારે માર્ચ 2017 મા વર્ગ 2 ના અધિકારી તરીકે દેવદત્ત પંડયાની નિમણૂંક થઈ ત્યારે પ્રાથમિક શિક્ષક મંડળના ઉપયોગ કરવામાં કોઈ કસર છોડી ન હોય તેમ દેવદત્ત પંડયા રાજકોટ શિક્ષણ સમિતિમાં હાજર ન થાય તે માટે ખુબ ઠેકડા માર્યા પરંતુ તે સમયે તત્કાલીન મેયર ડો. જયમીનભાઈ ઉપાધ્યાય, દેવદત્ત પંડ્યાને રાજકોટ શિક્ષણ સમિતિની ઓફિસમા હાજર કરાવ્યા હતા. દેવદત્ત પંડયા ચાર્જ સંભાળતા સાથે જ દિનેશ અને તેની ટોળકી ઉપર વીજળીની માફક ત્રાટક્યા હતા અને સાચા શાસનાઘિકારી કોને કહેવાય તે ભાન કરાવી હતી જેથી સમગ્ર શિક્ષણ સમાજમાં ટૂંકા ગાળામાં અતિ લોકપ્રિય બની ગયેલ હતાં. પરંતુ આરદેશણાના માનેલા ભાઈ દિનેશ અને ટોળકી સામે કરેલી કાર્યવાહી આરદેશણાને હજમ નહીં થતાં મનપા કમિશનર પાસેથી વિવિધ કામો દેવદત્ત પંડયા ઉપર થોભાવી તેમને કામગીરીમાં વિક્ષેપ ઊભો કરવાનું જ કામ કરતા હતા કેમ કે પોતે જે કૌભાંડો કર્યા હતા તે બહાર પડે તેમ હતા.
ત્રીજી વાર પણ આરદેશણા શાસનાઘિકારી તરીકે આવવા મધલાળ ટપકાવી રહ્યા હતા ત્યારે હાલના ચેરમેન વિક્રમ પૂજારા સમિતિની શાળાઓમાં બાંધકામ માટે અત્યંત બહોળો શોખ ધરાવતા હોય અને પોતાનો આર્થિક વિકાસ કરવા તલપાપડ થતાં રહે છે તે જોઈ આરદેશણાએ વિક્રમ પૂજારા જોડે ખાનગી મિટિંગ યોજી કમિશનર પાસે પોતાને શાસનાઘિકારી બનાવવામાં આવે તેવી માંગ કરાવવામાં આવી અને અંતે સફળ રહ્યા.
આરદેશણાનુ માનવું છે કે લાઈબ્રેરીમા લોકો ફક્ત પુસ્તકો અદલાબદલી માટે જ આવે છે તેવું કામ સુનીલ એકલા કરી લે. હકીકતમાં આ બન્નેને ત્યાં હાજરી હોઈ અને કોઈ જ્ઞાની વાંચકો સાહિત્યના બે ચાર પ્રશ્ર્નો કરે તો આ લોકો ક્ષોભજનક સ્થિતિમાં આવી જાય આખરે તો બન્ને ઘૂસાડેલા કર્મચારીઓ જ છે ને.
આરદેશણા અને દેત્રોજા સામે તેમની લાયકાત ચકાસી તાજેતરમાં નવા નિયમો પ્રમાણે પરીક્ષા લેવામાં આવે તો જ મનપાએ પ્રજાના પૈસે લાઈબ્રેરી પાછળ જે ખર્ચ કર્યો તે યોગ્ય સાબિત થશે.



