નવરાત્રીની રાત્રે ફાર્મહાઉસમાં છ બુકાનીધારીએ બે શખ્સને બંધક બનાવી ત્રણ લાખ લૂંટી લીધા હતા
એસપી મનોહરસિંહ જાડેજાની સતર્કતાથી ગંભીર ગુનાને અંજામ આપનાર છ લૂટારૂની ધરપકડ
- Advertisement -
cctv, મોબાઈલ ટ્રેસિંગ અને શંકાસ્પદ બાઈકની માહિતીથી લૂંટારુઓ સુધી પહોંચેલી ટીમની પ્રશંસનીય કામગીરી
જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે અમારી પહેલી પ્રાથમિકતા છે : પોલીસવડા મનોહરસિંહ જાડેજા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નવલાં નોરતાની એક રાત્રિએ અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના વડાગામમાં એક એવી ઘટના બને છે કે જેનાથી સમગ્ર પંથકના પ્રજાજનો જાણે ફફડી ઊઠે છે. નવરાત્રીના પાંચમના નોરતાની રાત્રિના બાર વાગ્યા બાદ બે શખ્સ ફાર્મ હાઉસમાં બહાર બેસી મોબાઈલ જોઈ રહ્યા હતા. ત્યાં ફાર્મ હાઉસના પાછળના નાના દરવાજાથી છ બુકાનીધારી ધાડપાડુઓ હાથમાં તીક્ષ્ણ હથિયાર લઇ એકાએક ત્રાટકે છે.
લૂંટારુઓ ખાટલામાં બેઠેલા શખ્સના ગળા પર છરો મૂકી તેના પર સકંજો કસે છે. જયારે બીજા લૂંટારુઓ બીજા શખ્સ તરફ ધસી જાય છે. અને જે પણ રકમ હોય એ સોંપી દેવા લુંટારુઓ જણાવે છે. ત્યારે ઘરમાં પડેલા ત્રણ લાખ રૂપિયાની થેલી લુંટારુઓને સોંપી દીધી. બાદ એક લૂંટારાનું ધ્યાન મોંઘા મોબાઈલ પર ગયું એ પણ એણે સાથે લઇ લીધો. એ પછી બંને શખ્સને ઘરમાં બંધ કરી લુંટારુઓ પાછલા દરવાજાથી ફરાર થઇ ગયા. ભોગબનનાર એક શખ્સે ઘરની બારીમાંથી બૂમ પાડી અલ્યા, મારો મોબાઈલ મુકતા જાઓ નહીતો પકડાઈ જશો. બૂમ સાંભળી લૂંટારુએ ફોન ત્યાં જ મૂકી ભાગી નીકળ્યા. સદનસીબે બંનેને કોઈ ઈજા પહોંચી નહતી. રાત્રિના સાડાબારના સુમારે માત્ર દોઢેક મિનીટ જેટલા સમયમાં જ શાતીર લૂંટારુઓએ આ આખી લૂંટને અંજામ આપ્યો હતો. ભોગબનનાર બંને નકુચો તોડી તેઓ બહાર આવ્યા. અને પોલીસને જાણ કરી જેથી પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી આવી.
અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ ઘટનાની ગંભીરતા સમજી તપાસના ચક્રો ગતિમાન કરવા સૂચના આપી. ડી.વાય.એસ.પી. ડી. પી. વાઘેલા, એલ.સી.બી. પી.આઈ. એચ.પી.ગરાસીયા, ધનસુરા પી.આઈ. ડી.જે. પ્રજાપતિ, પોલીસ સબ ઇન્સપેકટર સી.એમ.રાઠોડ, પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી. વી.જે.તોમર, પોલીસ સબ ઇન્સપેકટર ટેક્નીસીયન આઇ.એસ.રબારી અને સમગ્ર ટીમે એ રાતથી જ લૂંટારુઓને શોધી કાઢવા કામે લાગી. ફાર્મ હાઉસ પર લાગેલા ઈઈઝટ કેમરામાં આ આખીય ઘટનાનાં દૃશ્યો કેદ થયાં હતાં. લૂંટારુઓ ચહેરા પર અને માથે બુકાની બાંધીને આવ્યા હતા. એટલે એમની ઓળખ કરવી મુશ્કેલ હતી.
ભોગ બનનાર તરફથી એટલી માહિતી મળી કે આવેલા લૂંટારુઓ હિન્દીમાં વાત કરતા હતા અને આંખમાં સુરમો આંજેલો હતો. આ સિવાય તેમની ઓળખ થઇ શકે એવી કોઈ નિશાની ઉપલબ્ધ નહતી. લૂંટારુઓએ હાથ મોંજા પહેર્યા હોવાથી ક્યાંયથી ફિંગરપ્રિન્ટ પણ હાથ લાગે એમ નહતી. એ રાત્રીએ જ પોલીસે જુદી જુદી ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ આરંભી. રસ્તા પર લાગેલા ઈઈઝટ, પેટ્રોલ પંપ પર લાગેલા ઈઈઝટ, શકમંદ વ્યક્તિઓની એ સમય દરમિયાન હિલચાલ આ બધું જ પોલીસ તપાસી રહી હતી.
- Advertisement -
બીજા દિવસે એસપી મનોહરસિંહ જાડેજા ઘટના સ્થળે પહોંચી ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું. પોલીસની ટીમ તપાસ કરી હતી ત્યાં જ ચોરીના બીજા બનવાને ચોરોએ અંજામ આપ્યો. બીજા બે દિવસ પછી ધનસુરામાં ઘરફોડ ચોરીમાં લાખોની મત્તાની ચોરીને અંજામ આપતા પોલીસની ટીમે ચોરી લૂંટને અંજામ આપતી કુખ્યાત ગેંગની માહિતી એકત્ર કરી એનાલિસિસ કરવામાં આવી રહ્યું હતું. ટેક્નીકલ અને હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી એક સસ્પેક્ટીવ બાઈકનો નંબર પોલીસને હાથ લાગે છે. બાઈકના નંબર આધારે તપાસ કરતા આગામી કડી વડોદરા તરફ ઈશારો કરતી હતી. અરવલ્લી પોલીસ વડોદરા પહોંચી ત્યાં બાઈક હાથ લાગ્યું. એ બાઈક હતી અમિત ઉર્ફે ગુરુચરણની. તે તો તો ઘરેથી ફરાર હતો પરંતુ તેના પિતાની કડક પૂછપરછ કરતા આખરે અમિતનું પગેરું પોલીસને મળી ગયું. અમિત હાથ આવતાં જ તેના બીજા બે સાથીદારના નામ ખૂલ્યા અને ધનસુરામાં બનેલી ઘરફોડ ચોરીનો ભેદ પરથી પડદો ઊંચકાયો. અમીતાના ઘરેથી જ મુદ્દામાલ પણ મળી આવ્યો. તેના બીજા બે સાથીદારો પણ પોલીસના સંકજામાંથી છટકી શક્યા નહિ. વડાગામ ફાર્મ હાઉસની લૂંટની શંકાની સોય પણ આ ત્રણ આરોપી પર તકાઈ રહી હતી. પરંતુ લૂંટમાં કુલ છ લૂંટારુ સામેલ હતા. બીજા ત્રણ કોણ ?? આકરી પૂછપરછ પછી પણ લૂંટની કોઈ માહિતી તેમની પાસેથી મળી શકી નહિ. બે ચોરીના ભેદ તો પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી પ્રજાને આસ્વસ્થ્ય કરી દીધી છે.
એસપીએ આખરે ઈંઝ સેલે પોતાની શક્તિ કામે લગાડી. તેમાં કેટલાક શંકાસ્પદ મોબાઈલ નંબરની વિગતો પોલીસને હાથ લાગી. જેના આધારે પોલીસ એક ઇસમના ઘરે પહોંચે છે. ઘર આંગણે પોલીસ જોઇને જ એ ઈસમનાં જાણે મોતિયાં મારી ગયા. એ ઇસમ પોલીસ સમક્ષ પોપટ જેમ બોલવા લાગ્યો. અને લૂંટનો ગુનો કાબુલી લીધો. તેના બીજા સાગરીતોને પણ પોલીસે શોધી કાઢી દબોચી લીધા. લૂંટમાં અંજામ આપનાર પ્રકાશભાઇ રમેશભાઇ વસાવા, સંજયભાઇ નટુભાઇ વસાવા, કેતનભાઇ રમણભાઇ રાવળ, કરણભાઇ બાલુભાઇ વસાવા, કિશનભાઇ શંકરભાઇ વસાવા અને સંજયભાઇ ધુળાભાઇ ડાયમા પોલીસની હિરાસતમાં હતા. સાથે લૂંટેલી રકમ પણ કબજે કરી.
અરવલ્લી જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની નેતૃત્વ ક્ષમતા, સતર્કતા અને તાત્પર્યપૂર્ણ દિશાનિર્દેશથી લૂંટારૂઓ સુધી પહોંચવામાં પોલીસ ટીમને સફળતા મળી. પોલીસે લૂંટારુઓને લઈ રિક્ધસ્ટ્રકશન કરવા પહોંચી ત્યારે લોકોનાં ટોળે ટોળા ઉમટી પડ્યા. તેમજ લૂંટનો ભોગ બનનારે જણાવ્યુ કે અરવલ્લી એસ.પી. અને સમગ્ર પોલીસ ટીમની કાર્યપધ્ધતિ જોઈ મારા હૃદયમાં ખાખી વર્દી પ્રત્યેનું સન્માન અનેક ઘણું વધી ગયું છે. આ ઉપરાંત અરવલ્લી જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યુ કે જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે અમારી પહેલી પ્રાથમિકતા છે.