પીઠડીયા – શાપર વચ્ચે 16 ફલાયઓવરબ્રિજનું કામ પૂર્ણતાને આરે
અન્ય 23 ધાર્મિક દબાણ હટાવવાનાં હજુ બાકી જેમાંથી 15 રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની હદમાં
- Advertisement -
દોઢ વર્ષમાં પ્રોજેકટ પુરો કરવા માટે હાઈવે ઓથોરીટીનો ટાર્ગેટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ-જેતપુર સીકસલેન હાઈવેની કામગીરી હાઈવે ઓથોરીટી દ્વારા ઝડપભેર આગળ વધારવામાં આવી રહી છે.કરોડો રૂપિયાના ખર્ચે હાથ ધરાયેલા આ મહત્વાકાંક્ષી પ્રોજેકટમાં અત્યાર સુધીમાં અડચણરૂપ 300 જેટલા દબાણોની સાફસુફી કરવામાં આવી છે.
જેમાં હાઈવે પરની હોટેલો-ધાબાનાં ગેરકાયદે બાંધકામો કાચા-પાકી દુકાનો સહિતના દબાણો હટાવી દેવામાં આવેલ છે. તેની સાથોસાથ આ હાઈવે પર 38 જેટલા ધાર્મિક દબાણો ખડકાયા હતા તેમાંથી 15 દબાણોને હટાવી દેવામાં આવેલ છે.
તેમ હાઈવે ઓથોરીટીનાં સુત્રોએ જણાવી વિશેષમાં ઉમેર્યુ હતું કે, સીકસ લેન હાઈવેની આ કામગીરીમાં હજુ અડચણરૂપ કેટલાંક દબાણો હટાવવાની કામગીરી બાકી રહી છે. તેમાંથી 15 દબાણો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલા છે.
આ દબાણોને હટાવવા માટે પણ આગામી ટુંક સમયમાં જ કામગીરી હાથ ધરવામાં આવશે.ધાર્મિક દબાણોમાં નાની દેરીઓ સહીતનાં દબાણોનો સમાવેશ થાય છે.હાઈવેની આ કામગીરીમાં પીઠડીયા અને શાપર વચ્ચે 16 જેટલા ફલાયઓવર બ્રિજની કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી છે.જે પૂર્ણતાને આરે પહોંચી જવા પામી છે.
- Advertisement -
આ 16 ફલાયઓવર બ્રિજને આગામી ચોમાસા પહેલા શરૂ કરવા હાઈવે ઓથોરીટીની તૈયારી છે. આ ઉપરાંત ગોંડલ નજીકનાં ચોરડી-ભોજપરા અને જામવાડી પાસે જમીનનો થોડો પ્રશ્ન છે.જે પણ ઝડપભેર ઉકેલાઈ જશે.આ ત્રણ સ્થળોની જમીન કે જે સીકસ-લેન હાઈવેમાં ઉપયોગમાં લેવામાં આવનાર છે જે હજુ ખેડુત ખાતેદારોનાં નામે હોય આ પ્રશ્ન ઝડપભેર ઉકેલાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ-જેતપુર હાઈવે પર હાલ ભરચકક ટ્રાફિક રહેતો હોય વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.આ સંજોગોમાં સીકસલેન હાઈવેનો આ પ્રોજેકટ આગામી દોઢ વર્ષમાં પૂર્ણ કરવા માટેનો ટાર્ગેટ રખાયો છે.આ પ્રોજેકટ પૂર્ણ થતાં જ રાજકોટ જેતપુર વચ્ચેનું અંતર વાહન ચાલકો માત્ર 45 મીનીટમાં જ કાપી શકશે. હાલ રાજકોટથી જેતપુર પહોંચતા સવાથી દોઢ કલાક જેટલો સમય થાય છે.ત્યારે આ પ્રોજેકટ પૂર્ણ થતાં વાહન ચાલકોની સુવિધામાં વધારો થશે.આ પ્રોજેકટને ઝડપભેર પૂર્ણ કરવા માટે હાઈવે ઓથોરીટી દ્વારા કમર કસી દેવામાં આવી છે.સીકસલેન હાઈવેની કામગીરીમાં અડચણરૂપ 300 જેટલા દબાણોને અત્યાર સુધીમાં હટાવવામાં આવેલ છે.



