ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં સર્વાઇકલ કેન્સર ને અટકાવવા માટે દેશની પ્રથમ એચ.પી.વી વેકસિનને ઔષધ નિયમન તંત્ર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચાલુ વર્ષના અંત સુધીમાં તેને લોન્ચ કરી દેવામાં આવશે. પુણે ખાતેની સીરમ ઇન્સ્ટિટયૂટ ના સંચાલક પુનાવાલા એ ટ્વીટ કરીને એવી માહિતી આપી છે કે ડ્રગ ક્ધટ્રોલર દ્વારા વેક્સિન ને મંજૂરી આપી દેવામાં આવી છે અને હવે મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર ની સારવાર માટે તૈયાર કરવામાં આવેલી વેક્સિન ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ થશે અને તે પણ ઓછા ભાવ માં મળશે. દેશમાં 15-44 વર્ષની આયુ વાળી મહિલાઓમાં સર્વાઈકલ કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે અને તેના કે સૌથી વધુ દેશમાં રહ્યા છે અને દર વર્ષે લાખો મહિલાઓ તેનો શિકાર બની રહી છે અને આ પ્રકારના કેન્સરમાં મૃત્યુનું પ્રમાણ પણ ખૂબ વધુ રહ્યું છે.
દેશની પ્રથમ સર્વાઇકલ કેન્સર વૅક્સિનને મંજૂરી
