બોગસ સર્ટિફિકેટને આધારે ભરતી ?
ભૂતકાળમાં પણ અન્ય રાજ્યોની યુનિ.ના સર્ટિફિકેટ રજૂ થયા હતા
- Advertisement -
કૌભાંડની આશંકાએ ડીડીઓને તપાસના આદેશ આપ્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ફરી એકવાર ભરતી કૌભાંડના વાદળો ઘેરાયા છે. રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓની ભરતી બોગસ સર્ટિફિકેટનાં આધારે થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આશંકાને આધારે જિલ્લા વિકાસ અધિકારીએ જૂની ભરતી મામલે નવેસરથી તપાસના આદેશ આપ્યા છે. ઉઉઘના આદેશ બાદ સમગ્ર જિલ્લા પંચાયત તંત્રમાં ચકચાર મચી ગઈ છે.
ભૂતકાળમાં બિહાર અને હિમાચલ પ્રદેશની યુનિવર્સિટીનાં શંકાસ્પદ પ્રમાણપત્રો રજૂ કરવામાં આવ્યા હતા. સરકારે આદેશ આપતા નવેસરથી તપાસ માટે ટીમ બનાવી દેવામાં આવી છે. આરોગ્ય અને આંકડા વિભાગ બંનેમાં બોગસ ભરતી થયાની આશંકાને પગલે પ્રમાણપત્રોની ખરાઈ માટે ચકાસણી હાથ ધરવામાં આવશે.