ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.22
પોરબંદર જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આયોજિત એપ્રીલ માસની ક્રાઈમ કોન્ફરન્સમાં પોરબંદર જીલ્લામાં કાયદો વ્યવસ્થાની પરીસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા ગંભીર ગુનાના ભેદ ઉકેલી અલગ-અલગ રાજ્ય માંથી આરોપી પકડી પાડવાની કામગીરી તથા દારૂ જુગારની બદીને નાબૂદ કરવા અંગેની કામગીરી તથા પોલીસ પકડથી ફરાર આરોપીઓ પકડવાની કામગીરી કરનાર તથા વારંવાર ગુનાઓ આચરતા શખ્સો વિરુદ્ધ પાસા તથા તડીપાર અંગેની કામગીરી અને સંગઠિત ગુના આચરતી ગેંગ વિરુદ્ધ ૠઞઉંઈઝઘઈ અંગેની દાખલારૂપ કાર્યવાહી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓને પ્રોત્સાહન મળે અને ભવિષ્યમાં સારી કામગીરી કરતા રહે તે માટે પોલીસ અધિક્ષક પોરબંદર ભગીરથસિંહ જાડેજા દ્વારા 25 જેટલા પ્રશંસાપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા.
- Advertisement -
આ પ્રસંગે વિવિધ પોલીસ જવાનોને તેમના ઉલ્લેખનીય કામગીરી માટે પ્રશંસાપત્ર એનાયત કરાયા, જેમાં અસાધારણ હિંમત અને કાર્યકુશળતાની પ્રશંસા કરવામાં આવી. આ પ્રશંસાપત્રો દ્વારા જવાનોને વધુ પ્રોત્સાહન અને પ્રેરણા મળી હતી, અને તેમણે સમર્થન આપવા માટે જીલ્લા પોલીસ વડાને આભાર વ્યક્ત કર્યો આ કાર્યક્રમના અંતે, સમગ્ર પોરબંદર પોલીસ પરિવારને તેમના જવાબદારીના પ્રત્યે વફાદાર રહેવા અને સમાજસેવા માટે સતત કાર્યરત રહેવા માટે સણસણાવતા પ્રેરણાસ્પદ સંદેશો અપાયા આ રીતે, પોરબંદર જીલ્લાના પોલીસ વિભાગે સમાજ માટે તેમની અવિરત સેવા અને સરાહનીય કાર્યો માટે બિરદાવવાનું અને માન્યતા આપવાનું મહત્વ દર્શાવ્યું.