તાજેતરમાં રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા વિવિધ સેલના કન્વીનર તથા સહ-કન્વીનરની નિમણુક કરવામાં આવી હતી. જેમાંરાજકોટ જીલ્લા ભાજપ માલધારી સેલના કન્વીનર તરીકે વિજયભાઈ ગમારાની નિમણુક કરવામાં આવી છે.માલધારી સમાજના આગેવાન વિજયભાઈ ગમારાહાલમાંરાજકોટના થોરાળા વિસ્તારમાં સ્વામિનારાયણ શૈક્ષણિક સંકુલ, યોગેશ્વર માધ્યમિક શાળાના પ્રિન્સીપાલ, મોટીપાનેલી ભરવાડ સમાજના પ્રમુખ, દાળમાદાદા યુવા ગ્રુપના પ્રમુખ,વી.કે.ગમારા ચેરી.એજ્યુ. ટ્રસ્ટના પ્રમુખજેવી સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે. માલધારી સમાજની સેવાકીય સંસ્થાઓ તથાસામાજીક અને રાજકીય સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ છે.
તેમની વરણી થતાતેમનેપ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, સાંસદ ઓ મોહનભાઈ કુંડારીયા, રમેશભાઈ ધડુક, કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયા, કુંવરજીભાઈ બાવળિયા, મતિ ગીતાબા જે.જાડેજા, લાખાભાઈ સાગઠીયા સહીતના જીલ્લાના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી છે.