-સંગઠનને મજબૂતી મળશે: શક્તિસિંહ ગોહિલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રભારી તરીકે મહારાષ્ટ્રના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી, રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિકની નિમણૂક કરવામાં આવી છે. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પૂર્વે સંગઠનમાં નોંધપાત્ર ફેરફારના સંકેતો વચ્ચે કોંગ્રેસ હાઈકમાન્ડે સૌ પ્રથમ પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલ બાદ હવે પ્રભારી તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતમાં સહ પ્રભારી ઉપરાંત ગુજરાતની અગાઉની ચૂંટણીઓમાં મહત્વની જવાબદારી નિભાવી ચૂકેલા મુકુલ વાસનિકને ગુજરાતના સંગઠનને ચેતનવંતુ કરવાની નવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
- Advertisement -
भारतीय राष्ट्रीय कांग्रेस के अध्यक्षजी के आदेश से गुजरात प्रदेश कांग्रेस के प्रभारी स्वरूप राष्ट्रीय महासचिव और केंद्रीय कार्यकारिणी के वरिष्ठ सदस्य श्री मुकुल वासनिकजी की नियुक्ति हुई, श्री वासनिकजी पूर्व केंद्रीय मंत्री और सांसद रहे हैं, चुनाव के समय वो बार बार गुजरात का दौरा…
— Gujarat Congress (@INCGujarat) August 17, 2023
- Advertisement -
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે AICCના મહામંત્રી અને સાંસદ મુકુલ વાસનિકને પ્રભારી તરીકે સોંપાયેલી જવાબદારીને આવકારવા સાથે રાષ્ટ્રીય નેતૃત્ત્વનો આભાર માન્યો છે.
ગુજરાતમાં 2022 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી અને પ્રભારી ડો. રઘુ શર્માને ગુજરાતના પ્રભારી તરીકેની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના વફાદાર એવા ડો. શર્માએ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી રાજસ્થાનના રાજકારણમાં સક્રિય રહેવા માટે ગુજરાતની જવાબદારીમાંથી મુક્ત થવા ઈચ્છા વ્યક્ત કરી હોવાથી કોંગ્રેસ હાઈકમાન્ડે પહેલા ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને ત્યારબાદ ડો. શર્માને વિદાય આપી હતી.
— Gujarat Congress (@INCGujarat) August 17, 2023
દરમિયાન પ્રદેશ પ્રમુખ સાંસદ ગોહિલે જણાવ્યું છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્ત્વને અનુભવી, નિષ્ઠાવાન અને વિદ્યાર્થી પાંખ NSUI અને યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી ચૂકેલા અને લાંબા સમયથી AICCના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળતા વાસનિકને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી તરીકે કરેલી નિમણૂકથી ગુજરાતના સંગઠનને નવી મજબૂતાઈ મળશે.