પ્રભારી ઉદય કાનગડ, સંયોજક ચંદ્રેશ હેરમા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આગામી 2024 લોકસભા ચૂંટણી યોજાવાની છે.ત્યારે જૂનાગઢ લોકસભા સીટના પ્રભારી તરીકે રાજકોટ ધારાસભ્ય ઉદય કાનગડની નિમણૂંક કરવામાં આવી છે.તેની સાથે સંયોજક તરીકે પૂર્વ શહેર મંત્રી અને વિદ્યાર્થી પરિષદ સાથે વર્ષોથી જોડાયેલ ચંદ્રેશભાઈ હેરમાંની નિમણૂંક પ્રદેશ ભાજપ મોવડી મંડળ દ્વારા કરવામાં આવતા ભાજપ અગ્રણીઓ દ્વારા બંને લોકસભા સીટમાં પ્રભારી અને સંયોજકને શુભેચ્છા પાઠવી હતી.