રાજકોટ જિલ્લામાં સંપુર્ણ વેકસિનેશન માટે કામગીરીને મિશન મોડમાં લાવવા માઇક્રો પ્લાનીંગનું માર્ગદર્શન આપતા નવનિયુકત કલેકટર અરુણ મહેશ બાબુ
૭૦ ટકાના રસીકરણના લક્ષ્યાંક સાથે સંયુકત ટીમની રચના
રાજકોટના નવા કલેક્ટર અરુણ મહેશ બાબુએ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી મીટીંગમાં કોરોના રસીકરણ ઝુંબેશ અંતર્ગત વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવવા તાકીદ કરી હતી.
- Advertisement -
નવનિયુક્ત કલેકટર અરુણ મહેશ બાબુ, નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી અને રૂરલ એસ.પી. બલરામ મીણાએ ૧૫થી ૩૦ દિવસમાં ૭૦% રસીકરણના લક્ષ્યાંક સાથે સંયુક્ત ટીમ તરીકે અત્યાર સુધી થયેલા રસીકરણની સમીક્ષા કરી ટાર્ગેટ ઓડિયન્સનું ચિત્ર અમલીકરણ અધિકારીઓ સમક્ષ રજૂ કરી આ ટાર્ગેટ સિદ્ધ કરવા માટે કરવાની થતી તમામ કામગીરીનું અન્વેષણ રજૂ કર્યું હતું.
આ મિટિંગમાં જિલ્લાના રેવન્યુ, પંચાયત અને પોલીસ વિભાગની સંયુકત ટીમની ગ્રામ્યથી માંડીને જિલ્લા સ્તર સુધીની રચના કરવામાં આવી હતી. આવતી કાલથી રસીકરણની કામગીરીમાં જે ગામ કે તાલુકા વિસ્તારમાં લોકો રસી માટે તૈયાર થતા નથી ત્યાં લોકોની સમજણ આપી રસી અપાવવા માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.
કલેકટર એ જણાવ્યું હતું કે બીજી લહેરમાં જે લોકોએ રસી લીધી હતી તેમનો બચાવ થયો છે અને તે અંગેના નિષ્ણાતોના રીવ્યુ પણ આવ્યા છે. લોકોને સમજણ આપવાના સામાજિક દાયિત્વમાં જિલ્લાની ટીમને જન પ્રતિનિધિઓ ,સામાજિક આગેવાનો, સંતો મહંતોનો પણ સહયોગ મળી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં કોઈ નાગરિક વેક્સિનેશન વિના ન રહે અને કોરોના સામે અસુરક્ષિત ના રહે તેવા લક્ષ્ય સાથે આપણે કામ કરવું છે.
- Advertisement -
રાજકોટ શહેર જિલ્લામાં વેકસીનેશન સંપૂર્ણ થઇ શકે તે માટે ચુંટણી પેટર્ન મુજબ કામ કરી પોલીંગ બુથ વાઇઝ રસીથી વંચીત લોકોનું લીસ્ટ તૈયાર કરી તેઓને રસીકરણ થઇ જાય તે માટે આયોજન હાથ ધરવા તેમણે જણાવ્યું હતુ.
કલેકટર એ તાલુકાના અધિકારીઓને વિડિયો કોન્ફરન્સના માધ્યમ મારફત જણાવ્યું હતું કે હાલ જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી સંતોષકારક રીતે ચાલી રહી છે પરંતુ ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાને લઇને માનવ જીંદગીઓ બચાવી શકાય તેવા ઉમદા હેતુથી આગામી પંદર દિવસથી એક મહિના સુધી મિશન મોડમાં દરેક સરકારી વિભાગ આરોગ્ય તંત્ર સાથે સંકલન કરી વેકસીનેશનની કામમગીરીમાં સામેલ થશે.
આ ઉપરાંત જિલ્લામાં વેકિસનની કામગીરીનો કલેકટર કચેરી, જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને પોલીસ વિભાગ દ્વારા રોજે-રોજ રીવ્યુ કરવામાં આવશે. વેકસિનેશનની કામગીરીમાં ઝડપ આવે તે માટે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પણ ફિલ્ડમાં જશે. પ્રાંત અધિકારીઓ, મામલતદાર, ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ પણ આ કામગીરીમાં સહભાગી થશે.
આ બેઠકમાં અધિક કલેકટર પરિમલ પંડયા, ડી.આર.ડી.એ.ના નિયામક જે.કે.પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નિલેષ શાહ તેમજ પ્રાંત અધિકારી ઓ ઉપસ્થિત રહયા હતા.