ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢના પ્રસિદ્ધ અંબાજી અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંત અને ટ્રસ્ટી તરીકેની નિમણૂક માટે અરજીઓ મંગાવવામાં આવી છે. મહંત તનસુખગીરી બાપુના નિધન બાદ મંદિરના સંચાલનને લઈને વિવાદ ઉભો થયો હતો, જેના નિરાકરણ માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
આ માટે, રસ ધરાવતા અને યોગ્યતા ધરાવતા વ્યક્તિઓએ અરજી કરવા માટે સૂચના આપવામાં આવી છે. અરજીનો સમયગાળો 28 ઓગસ્ટથી 24 સપ્ટેમ્બર સુધી રહેશે જયારે અરજી ફોર્મ મામલતદાર કચેરી, જૂનાગઢથી મેળવી શકાશે. જેમાં રજૂ કરવાના દસ્તાવેજોમાં અરજી ફોર્મની સાથે તમામ જરૂરી આધાર-પુરાવા અને વિગતો રજૂ કરવી ફરજિયાત છે. આ પ્રક્રિયા દ્વારા મંદિરના સંચાલનને સુચારુ બનાવવા માટે નવા મહંત અને ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવશે.