Apple જલ્દી જ તેના યુઝર્સને 5G સર્વિસ આપી શકે છે. જણાવી દઈએ કે કંપનીએ આ માટે સોફ્ટવેર અપડેટ કરવા પર પણ કામ શરૂ કરી દીધું છે.
ભારતમાં iPhone યુઝર્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. iPhone બનાવવા વાળી કંપની Apple જલ્દી જ તેના યુઝર્સને 5G સર્વિસ આપી શકે છે. જણાવી દઈએ કે કંપનીએ આ માટે સોફ્ટવેર અપડેટ કરવા પર પણ કામ શરૂ કરી દીધું છે. જો કે હાલ એવી ઉમ્મીદ છે કે આવનાર થોડા અઠવાડિયામાં તેને રોલ આઉટ કરવામાં આવશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ભારતમાં 5G સર્વિસ લોન્ચ થયા પછીથી Apple iOS 16ના બીટા સોફ્ટવેર પર કામ કરી રહી છે.
- Advertisement -
આ ફોન પર મળશે 5G સુવિધાઓ
મળતી રિપોર્ટ અનુસાર iPhoneના iPhone 14, iPhone 13, iPhone 12 અને iPhone SE (3rd generation) મોડલનો ઉપયોગ કરતા યુઝર્સને તેના સીમ Airtel અને Jio નેટવર્ક પર 5G સર્વિસ મળશે. આ સૉફ્ટવેર માન્ય Apple ID સાથે કોઈપણ ઉપયોગ કરી શકે છે પણ સાઇન અપ કરતાં સમયે એપલ બીટા સોફ્ટવેર પ્રોગ્રામ અગ્રીમેન્ટનો સ્વીકાર કરવો પડશે.
Apple સોફ્ટવેરને વધુ સારું બનાવવામાં મદદ કરશે
જણાવી દઈએ કે Apple Beta સોફ્ટવેર પ્રોગ્રામ યુઝર્સને સોફ્ટવેરના વધુ વ્યાપક રૂપે ઉપયોગ થાય એ પહેલા રિલીઝ પૂર્વ સોફ્ટવેરને અજમાવવા અને નવીનતમ સુવિધાઓનો અનુભવ કરાવવા માંગે છે. તે યુજર્સને ગુણવત્તા અને ઉપયોગિતા પર પ્રતિસાદ આપવા માટે આમંત્રિત કરે છે અને તેમાં Appleની સમસ્યાઓ ઓળખવામાં અને તેને ઠીક કરવામાં આ સાથે જ Apple સોફ્ટવેરને વધુ સારું બનાવવામાં મદદ કરે છે.
આવતા અઠવાડિયાથી શરૂ થશે આ સર્વિસ
Apple Beta સૉફ્ટવેર પ્રોગ્રામને ઍક્સેસ કરવા માટે iPhone યુઝર્સને નવીનતમ સાર્વજનિક બીટા સુધી પંહોચવા માટે તેમના ઉપકરણોમાં નોંધણી કરાવી શકે છે અને એ પછીથી જ ડિવાઇસમાં નોંધણી કરાવી શકે છે. અને એ પછી જ અપડેટ કરાવીને 5G બીટા પણ શામેલ છે જે આવનાર અઠવાડિયાથી એરટેલ અને જિયો ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે.
- Advertisement -