APPLE-1 પ્રોટોટાઈપને $677,196 (લગભગ 5.5 કરોડ રૂપિયા)માં વહેંચવામાં આવ્યું છે. આ કમ્પ્યૂટરનો ઉપયોગ સ્ટીવ જોબ્સે કર્યો હતો.
APPLEની પ્રોડક્ટ્સને લઈને ઘણો ક્રેઝ રહે છે. APPLE બ્રાન્ડની પ્રોડક્ટ્સને લોકો ઘણી પાસાં પણ કરે છે. હાલમાં જ વર્ષ 1976નું એક APPLE કમ્પ્યૂટર ઘણું મોંઘું વહેંચાયું. APPLE-1 પ્રોટોટાઈપને $677,196 (લગભગ 5.5 કરોડ રૂપિયા)માં વહેંચવામાં આવ્યું.
- Advertisement -
આ કમ્પ્યૂટર પ્રોટોટાઈપની ખાસિયત એ છે કે આ કમ્પ્યૂટરને Steve Jobsએ યૂઝ કર્યું હતું. આ કમ્પ્યૂટરને થોડા સમય પહેલા સેલ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. હવે તએની હરાજી પૂરી થઈ ગઈ છે. જોકે, રિપોર્ટમાં ટેને ખરીદનારનું નામ જણાવવામાં આવ્યું નથી.
કમ્પ્યૂટરની ખાસિયત દર્શાવવા માટે કરવામાં આવ્યો હતો ઉપયોગ
આ જ પ્રોટોટાઈપને સ્ટીવ જોબ્સએ વર્ષ 1976માં, માઉન્ટ વ્યૂ કેલિફોર્નિયામાં બાઇટ શોપનાં માલિક પોલ ટેરેલને કમ્પ્યૂટરની ખાસિયતને દર્શાવવા માટે ઉપયોગ માટે લેવાયું હતું. આ દુનિયાનાં પહેલા પર્સનલ કમ્પ્યૂટર સ્ટોરમાંથી એક હતું.
આ કમ્પ્યૂટર પ્રોટોટાઈપનું ઓક્શન RR Auction હાઉસમાં કરવામાં આવી રહ્યું હતું. આ એપલ દિવાઇઝ એ 200 યૂનિટ્સમાંથી એક છે, જેમને સ્ટીવ વોજનિએક, પેટી જોબ્સઆનએ ડેનિયલ કોટકેએ સાથે મળીને તૈયાર કર્યું હતું.
- Advertisement -
200 યુનિટ્સની થઈ હતી સેલ
APPLE-1 ના પ્રોડક્શન બંધ થયાના પહેલા માત્ર 200 યુનિટ્સની જ સેલ થઈ હતી. આને જ્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું, ત્યારે તએની કિંમત 666.66 ડોલર રાખવામાં આવી હતી. તેની હરાજી કરતાં પહેલઆ તેને વેરીફાય કરવામાં આવ્યું હતું.
આ માટે 1976માં Terrell માટે લેવામાં આવેલા ફોટોગ્રાફ્સથી તેને મેચ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેને APPLE-ના એક્સપર્ટ Corey Cohen એ પણ ઓથેન્ટીકેટ કર્યું હતું. અઅને લઈને તેમણે 13 પેજનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. હવે તે રિપોર્ટને APPLE-1 પ્રોટોટાઈપ સાથેએ વહેંચવામાં આવ્યો.