ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
અત્યારે આપણે લોકશાહનું પર્વ મનાવી રહ્યા છીએ અને આગામી તા. 7 મે ને મંગળવારે મતદાનનો દિવસ છે ત્યારે સરગમ પરિવારના તમામ સભ્યોને મતદાન માટે અપીલ કરાઈ છે. લોકશાહીના આ પવિત્ર પર્વમાં મત આપવો એ આપણી નૈતિક જવાબદારી છે અને તે બધાએ નિભાવવાની હોય છે. મારો એક મત નહીં આપું તો શું ફેર પડે, તેવું વિચારવાને બદલે પરિવાર સાથે મતદાન કરો એ જ આ પર્વની મોટી ઉજવણી છે.
- Advertisement -
અત્યારે આપણો દેશ વિકસિત દેશ થવાની દિશામાં ઝડપભેર પ્રગતિ કરી રહ્યો છે અને આપણા સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 2047નું સપનું લઈને આગળ વધી રહ્યા છે ત્યારે આપણા સૌની ફરજ છે કે મોટી સંખ્યામાં ભાજપની તરફેણમાં મતદાન કરીને તેમના હાથ મજબૂત કરીએ. સરગમ ક્લબ, સરગમ લેડીઝ ક્લબ, સરગમ સિનિયર સિટીઝન ક્લબ, સરગમ કપલ ક્લબ, ઈવનિંગ પોસ્ટ અને ઈન્ડોર સ્ટેડિયમના સભ્યોને ખાસ વિનંતી કે સવારે 11 વાગ્યા સુધીમાં જ મતદાન કરીને ફરજ નિભાવવા અપીલ કરી છે.