7,8,9 ફેબ્રુઆરી સુધી વોકલ ફોર લોકલ અંતર્ગત ગૃહ ઉત્પાદનોને વેગ આપવાનો સરાહનીય પ્રયાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સ્વદેશીથી સ્વાવલંબન અને સહકારિતા થી સમૃદ્ધિનો અનન્ય સમન્વય એટલે સમગ્ર રાજકોટ જિલ્લા ની છ દાયકા થી અવિરત જનસેવા ની આરાધના કરતી પ્રતિષ્ઠીત સહકારી સંસ્થા અપના બજાર, સ્વદેશી જાગરણ મંચ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજકોટ માટે લાવી રહ્યું છે “અપના સ્વદેશી હાટ”.
- Advertisement -
તા.7,8,9 ફેબ્રુઆરી 2025 ના રોજ અપના બજાર મુખ્યાલય, બાલાજી હનુમાન, ભુપેન્દ્ર રોડ પર તા. 07/02/2025 ના રોજ સાંજે 4:00 વાગ્યે રાજકોટ ના પ્રથમ નાગરિક મેયર મતી નયનાબેન પેઢડીયા ના વરદ હસ્તે શુભારંભ થનાર છે સાથોસાથ વિવિધ ક્ષેત્ર ના જાહેર અને સામાજીક જીવન ના અગ્રણીઓ ઉપસ્થિત રહેનાર છે. અને આ સ્વદેશી હાટ તા.07,08, અને 09 અનુક્રમે શુક્ર,શનિ, રવિ સવારે 9;00 થી રાત્રી ના 9;00 સુધી મુલાકાતીઓ માટે ખુલ્લુ રહેશે અને રવિવાર સાંજે 4;00 કલાકે સમાપન થનાર છે “અપના સ્વદેશી હાટ” ના મુખ્ય આકર્ષણો ગાય આધારિત ખેતીના ધાન્ય, નેચરલ કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ, વિવિધ ભાતીગળ સંસ્કૃતિ આર્ટ, નેચરલ હેલ્થ સપ્લીમેન્ટ, હેન્ડમેડ કોસ્મેટિક્સ પ્રોડક્ટસ, ગીર ગાયનું ઘી, ફાર્મ ટુ ફેમિલ અને અન્ય વિવિધ આકર્ષણો પરિવારના બધા જ સભ્યો માટે.
આ ત્રિદિવસીય “અપના સ્વદેશી હાટ”માં સૌ રાજકોટ વાસીઓ માટે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. સમગ્ર રાજકોટ ના નગરજનો મુલાકાત લઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના લોકલ ફોર વોકલ અભિયાન ને વેગવંતુ બનાવવા અનુરોધ કરાયો છે
આ સ્વદેશી હાટ ના આયોજન ને સફળ બનાવવા અપના બજાર ના ચેરમેન ભાગ્યેશ વોરા, વા.ચેરમેન દીપક ચાવડા, પ્રોજેક્ટ ઇનચાર્જ અને ડિરેકટર નયનાબેન મકવાણા તેમજ સ્વદેશી જાગરણ મંચ ના વિનોદભાઈ પેઢડીયા, તપનભાઇ લાડાની અને દિપીકાબેન ની રાહબરી માં અપના બજાર ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સર્વ મહેન્દ્રભાઈ શેઠ, અરવિંદભાઇ સોજીત્રા, વિક્રમસિંહ પરમાર,મહેશભાઈ કોટક, પંકજભાઈ દેસાઈ, ફુલાભાઈ શિંગાળા, જયંતભાઈ ધોળકિયા, નટુભાઈ ચાવડા, જિગ્નાબેન પટેલ, વહીવટી અધિકારી નરેશભાઈ શુક્લ તેમજ સ્વદેશી જાગરણ મંચના પદાધિકારી સર્વ રમેશભાઈ દવે, યશકુમાર જસાણી, હાર્દિકભાઈ વ્યાસ, ભાર્ગવભાઈ ગોકાણી,ચાંદનીબેન શાહ, પાર્થભાઈ વાળા, ભાર્ગવીબેન ભટ્ટ, સુરભીબેન આચાર્ય, મલયભાઈ રૂપાપરા, શોભનાબેન પટેલ, નિધિબેન ગોકાણી, વનિતાબેન રાઠોડ, નિતાબેન દવે , રક્ષાબેન ધામી, સાવિત્રીબેન યાદવ, રામબેન હેરભા, બિન્દુબેન દવે, લક્ષ્મીબેન મિશ્રા, જયેશભાઈ દોશી , દર્શનાબેન દોમડિયા, જાગૃતિબેન દવે, જયેશભાઈ ઝીંઝુવાડીયા, મણીભાઈ કંડિયા, કોમલબેન ભટ્ટ , પ્રવીણભાઈ કાસિયાણી, રાજુભાઇ કક્કડ જહેમત ઉઠાવી રહ્યા છે.