કોસ્મેટિક, હોમકેર, ગ્રોસરી, પેકેજ્ડફૂડ સહિતનું તમામ પ્રોડક્ટ નહીં નફો, નહીં નુકસાનના ધોરણે સભાસદોને આપવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સમગ્ર રાજકોટ શહેર અને જિલ્લાની પ્રતિષ્ઠિત અને એપેક્ષ ગ્રાહક સહકારી સંસ્થા ‘ધી રાજકોટ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ ક્ધઝ્યુમર કો. ઓપરેટિવ સોસાયટી લિ. અર્થાત ‘અપના બજાર’ની સ્થાપનાને 62 વર્ષ પૂર્ણ કરી 63માં વર્ષમાં મંગલપ્રવેશ કર્યો છે ત્યારે 63માં સ્થાપના વર્ષની ઉજવણી અંગે અપના બજારના ચેરમેન ભાગ્યેશ વોરા જણાવે છે કે અપના બજાર ચાલુ વર્ષે સભાસદો માટે ‘સભાસદ કલ્યાણ વર્ષ’ તરીકે ઉજવશે, જે અંગે સભાસદોના કલ્યાણાર્થે રાજકોટની પ્રતિષ્ઠિત કહી શકાય તેવી 12 મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સાથે સભાસદોને સારવાર ખર્ચમાં રાહત મળી રહે તે માટે ડિસ્કાઉન્ટ અંગે કરાર કરવામાં આવ્યા, ગૃહ ઉત્પાદકોને વેગ મળે અને અપના બજારના સભાસદોને સ્વદેશી વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તા અને વ્યાજબી ભાવે મળી રહે તે માટે ‘અપના સ્વદેશી હાટ’નું આયોજન કરાયું અને સભાસદ કલ્યાણ વર્ષની ઉજવણીના ભાગરૂપે આગામી તા. 2 એપ્રિલથી 7 એપ્રિલના રોજ દરરોજ સવારે 9-00થી રાત્રિના 9-00 સુધી અપના બજારની આનંદનગર બ્રાન્ચ અપના બજાર મેડિસીનની બાજુમાં, જ્ઞાનગંગા ચોક, કોઠારીયા રોડ ખાતે ‘અપના સભાસદ મેલા’નું આયોજન કરવામાં આવ્યું છે.
સંસ્થા દ્વારા 2થી 7 એપ્રિલ સુધી સભાસદો માટે કોસ્મેટિક, હોમકેર, ગ્રોસરી, પેકેજ્ડફૂડ, કિચન ઈમ્પ્રુવમેન્ટ સહિતની તમામ ઘરવખરી અને જીવનજરૂરી ચીજવસ્તુઓ પડતર કિંમતે નહીં નફો, નહીં નુકસાનના ધોરણે કંપની પાસેથી કરેલ ખરીદ કિંમતે આપવામાં આવશે. આ માટે અપના બજારના શેરહોલ્ડર્સે તેમના શેર સર્ટિફીકેટની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે અને આ યોજના વહેલા તે પહેલાના ધોરણે અને અપના બજાર દ્વારા ખરીદાયેલા સ્ટોક હાજર હશે તેના પર 25 ટકા સુધી અલગ અલગ પ્રોડક્ટનું જે તે પડતર કિંમત હોય તે લઈને સભાસદોને આપવામાં આવશે. અપના બજાર દ્વારા સભાસદોના લાભાર્થે આયોજિત ‘અપના સભાસદ મેલા’ના આયોજનને સફળ બનાવવા ચેરમેન ભાગ્યેશ વોરા અને વાઈસ ચેરમેન દીપક ચાવડાની રાહબરીમાં બોર્ડ ઓફ ડિરેકટર્સ સર્વે મહેન્દ્રભાઈ શેઠ, અરવિંદભાઈ સોજીત્રા, નટુભાઈ ચાવડા, પંકજભાઈ દેસાઈ, મહેશભાઈ કોટક, નયનાબેન મકવાણા, વિક્રમસિંહ પરમાર, ડો. જીજ્ઞાબેન પટેલ સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.



