ભારતમાં રક્ષાબંધનએ ભાઈ-બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર છે જે ફક્ત હિંદુ ધર્મના લોકો દ્વારા જ મનાવવામાં આવે છે, પરંતુ દુનિયાના બીજા ધર્મ અને દેશમાં પણ આ તહેવાર મનાવવામાં આવે છે. જાણો ભારત સિવાય કયા દેશમાં ઉજવાય છે રક્ષાબંધન ?
ભાઈ-બહેનનો પવિત્ર પર્વ
ભારતમાં આ વર્ષે રક્ષાબંધન 9 ઓગસ્ટ 2025ના રોજ મનાવવામાં આવશે. આ તહેવાર હિંદુ ધર્મમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધ માટે મનાવવામાં આવે છે. આ દિવસે બહેન ભાઈના કાંડા પર રક્ષાકવચ રૂપે રાખડી બાંધે છે અને ભાઈની લાંબી ઉંમરની પ્રાથના કરે છે. સમગ્ર દેશમાં આ તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારત ઉપરાંત ઘણા મુસ્લિમ દેશોમાં પણ આ તહેવાર મનાવવામાં આવે છે?
- Advertisement -
અન્ય દેશમાં પણ ઉજવાય છે રક્ષાબંધન
રક્ષાબંધન હિન્દુ પરંપરા અને સંસ્કૃતિનો એક મહત્વનો ભાગ છે, પરંતુ ભારત સિવાય પણ ઘણા દેશો એવા છે જ્યાં આ ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર મનાવવામાં આવે છે. આ તહેવાર આમ તો મુખ્ય રીતે ભારત અને નેપાળમાં મનાવવામાં આવે છે.
મુસ્લિમ દેશોમાં પણ થાય છે ઉજવણી
આ તહેવાર પાકિસ્તાન અને મોરીસસ જેવા અન્ય દેશોમાં પણ મનાવવામાં આવે છે, જ્યાં હિન્દુ આબાદી છે. જોકે, આ તહેવાર એક મુસ્લિમ તહેવાર નથી પણ પાકિસ્તાનમાં ખાસ કરીને હિન્દુ સમુદાય હોય ત્યાં રક્ષાબંધન મનાવવામાં આવે છે, મોરીસસમાં પણ હિન્દુ સમુદાય દ્વારા આ તહેવાર ઉજવવામાં આવે છે.
સાઉદી અરબમાં પણ ઉજવાય છે રક્ષાબંધન
દુનિયાના મુસ્લિમ દેશોમાંથી એક સાઉદી અરબમાં પણ લોકો રક્ષાબંધન ઉજવતા હોય છે. આ દેશમાં પણ ભારતીય લોકોની મોટો વસ્તી છે. લંડન, યુકેમાં પણ ભારતીય લોકો મોટી સંખ્યામાં વસે છે, અને અહીં દર વર્ષે શ્રાવણ પુર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે.
- Advertisement -
અમેરિકા અને ઓસ્ટ્રેલિયા
અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા અન્ય દેશોમાં પણ ભારતીય હિન્દૂઓ આ તહેવારની ઉજવણી ધામધૂમથી કરે છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો સ્ટડી કે જોબ માટે વિદેશમાં જતા હોય છે, અને તેઓ ત્યાં પણ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખે છે.