ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરની અનેક સેવા સંસ્થાઓ સાથે જોડાયેલા રાજકોટ સૌરાષ્ટ્રના સેવા જગતના ગૌરવસમા અનુપમ દોશીને રંગમંચ, લલિતકલા અને સાહિત્યને સમર્પિત અખિલ ભારતીય સંસ્થા સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા પ્રતિ વર્ષ ગુજરાત રાજ્યના સાહિત્ય, લોકસંગીત, ભવાઈ, નાટ્યકલા, પ્રાચીનકલા, ચિત્રકલા, લોકવાદ્ય, આખ્યાન સહિતના ક્ષેત્રમાં શ્રેષ્ઠત્તમ પ્રદાન કરનારા કલાસાધકોને સંસ્થા સન્માન એવમ સંસ્કાર વિભૂષણ માનપત્ર એવોર્ડ આપવામાં આવે છે. વર્ષ 2024ના એવોર્ડ માટે સાહિત્ય ક્ષેત્રમાંથી રાજકોટ શહેરના ગૌરવસમા ચાર દાયકાથી વધુ સમયથી અવિરત સેવા-સાહિત્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલા અનુપમ દોશીની પસંદગી થઈ છે. આગામી તા. 1લી સપ્ટેમ્બર ને રવિવારના રોજ અમદાવાદમાં ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સાંજના 4-30 વાગે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, રાજ્ય સરકારના મંત્રી મુળુભાઈ બેરા, ઋષિકેશભાઈ પટેલ, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી. કે. લહેરી, સંગીત નાટ્ય અકાદમીના જોરાવરસિંહ જાદવની ઉપસ્થિતિમાં એવોર્ડ અર્પણ સમારોહમાં એવોર્ડ અર્પણ કરવામાં આવનાર છે.
આગામી તા. 1લી સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં યોજાયેલી મારી ગુણવંતી ગુજરાત સંકલ્પોત્સવ 2024 કાર્યક્રમમાં પસંદગી થતાં આર્ષ વિદ્યા મંદિરના પરમાત્માનંદ સરસ્વતીજી, અક્ષર મંદિરના અપૂર્વમુનિ સ્વામીજી તરફથી આશીર્વાદ પ્રાપ્ત થયા છે તેમજ અનુપમ દોશીના વિવિધ ક્ષેત્રના સ્વજનો શહેર ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ દોશી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. કમલભાઈ ડોડીયા, ડો. નીદતભાઈ બારોટ, મોઢ વણિક સમાજના અગ્રણી રમેશભાઈ જીવાણી, કિરીટભાઈ સી. પટેલ, ડો. નિરંજનભાઈ પરીખ, શરદભાઈ દવે તેમજ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ પરિવારના મૌલેશભાઈ ઉકાણી, શિવલાલભાઈ આદ્રોજા, પ્રતાપભાઈ પટેલ, વલ્લભભાઈ સતાણી, ધીરુભાઈ રોકડ, સુનિલ વોરા, નલીન તન્ના, હસુભાઈ રાચ્છ તેમજ સાહિત્ય સેતુ રાજકોટ પરિવાર અને સેવા જગત તરફથી અનુપમ દોશીને શુભકામનાઓ મળી રહી છે.