પોલીસ મેન્યુઅલની જોગવાઇ ઉપરવટનું પોલીસનું એકશન છે : સુરેશ ફળદુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ધંધા માટે મીત્રતાના સબંધના દાવે બેંક ટુ બેંક લીધેલ રકમ પરત ન કરવી પડે તેવો બદઈરાદો બરલાવવા વ્યાજંકવાદ ની ડ્રાઈવ નો ગેરફાયદો ઉઠાવી પ્રથમ બે વર્ષ પહેલા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમા ફરીયાદ ફાઈલે થઈ ગયેલનુ છુપાવી પોલીસ સ્ટેશન બદલી ફરી તે જ વિષય વસ્તુ હકીક્તની અરજી આપનાર ફરીયાદી શ્યામ ભુત ની અરજીના કામે નીવેદનમા સાચી હકીકતો જણાવવા છતા રૂા.1,67,00,000/- પંચ વ્યક્તિઓ પાસે થી વ્યાજે લઈ તેની સામે રૂા.3,81,00,000/- ચુકવી આપવાની સ્ટોરી ઉભી કરી વ્યાજ વટાવનો ગુનો દાખલ કરી લેનાર તપાસનીસ અધીકારીને આડે હાથે લઈ આરોપી પીયુષ ફળદુને રાજકોટ ના મહે. એડી. સેસન્સ જજ સાહેબ ધ્વારા આગોતરા જામીન પર મુક્ત કરતો હુકમ ફરમાવવામા આવેલ છે.
- Advertisement -
કેસની હકીકત જોઈએ તો રીંગરોડ ઉપર ટેલીફોન એક્ષચેન્જ પાછળ સનપ્લાઝા એપાર્ટમેન્ટમા રહેતા શ્યામ દિનેશભાઈ ભુત ધ્વારા યુનીવસર્સીટી પોલીસમા (1) દિપકભાઈ ટીલવા (2) પીયુષભાઈ ફળદુ (3) ભરતભાઈ જાગાણી (4) અનીરૂધ્ધસીહ જાડેજા (5) રાજદીપસીહ વાઘેલા નાઓ વિરૂધ્ધ એ મતલબની ફરીયાદ આપેલ કે સને- 2016 થી 2021 દરમીયાન ફરીયાદીને ધંધામાટે નાણાની જરૂરત હોવાથી રૂા.1,67,00,000/- વ્યાજે લીધેલ જેમા આરોપી નં. 3 તથા 5 ના વ્યાજ પેટે પઠાણી વ્યાજ વસુલી અને મુદલ કરતા વધુ વ્યાજ રૂા.3,81,00,000/- ચુકવી દિધેલ હોવા છતા આરોપીઓ ફરીયાદી પાસે થી વધુ વ્યાજ માંગતા હોય આરોપી નં.4 તથા પ નાએ ફરીયાદીના ઘરે તથા ઓફીસમા ગુપ્તગૃહ પ્રવેશ કરી બળજબરી થી બેંક ના ચેકો લઈ જઈ આરોપી નં.3 તથા 5 નાએ ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી મારકુટ કરી ફોનમા તથા રૂબરૂ ગાળો આપી આરોપી નં.4 નાઓએ કાર પરત નહી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ હોવા સબંધ ફરીયાદ આપી હતી.
ઉપરોક્ત આરોપીઓ પૈકી સાધુવાસવાણી રોડ પર રહેતા પીયુષભાઈ ભગવાનજીભાઈ ફળદુએ સંભવિત ધરપકડ સામે એડવોકેટ સુરેશ ફળદુ મારફત આગોતરા જામીન અરજી દાખલ કરી રજુઆત કરી કે એક જ વિષય, વસ્તુ, હકીક્તોની તા.23/02/2022ના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમા આપી તે ફરીયાદમાં તપાસના અંતે ફરીયાદ ફાઈલે કરવામાં આવી હોય બે વર્ષ બાદ તે જ વિષય, વસ્તુ, હકીક્તની પોલીસ સ્ટેશન બદલી અરજી આપી અરજીના કામે નીવેદનમાં બોલાવી પોલીસના માધ્યમથી કાયદેસરનું લેણુ જતું કરવા દબાવી તાબે ન થતા ખોટી રીતે ગુનો નોંધવામા આવ્યો છે.
આરોપીએ ફરીયાદીને બેન્ક ટુ બેન્ક રકમ આપેલ છે જે રૂ.28,00,000/- ફરીયાદી સ્વીકારે છે તેનુ ક્યારેય વ્યાજ ચુકવેલ હોય કે વધુ રકમ માગતા હોય તેવો કોઈ પુરાવો નથી. વ્યાંજકવાદની ડ્રાઈવનો ગેરલાભ લઈ કાયદેસરના લેણીયાતોના નાણા ડુબાડવા પ્રયાસ કરનાર ફરીયાદી તથા તેની પત્ની કહયામા નહીં હોવા સબંધે ફરીયાદીના પિતા દિનેશભાઈ ભુતે જ જાહેર નોટીસ કમ ચેતવણી પ્રસિદ્ધ કરાવી છે અને ફરીયાદી શ્યામ ભુતે આંગણીયામાં નોકરી કરતો હતો તે વખતે ઉચાપત કરતા તેના વિરૂધ્ધ ગુનો દાખલ થયો અને આંગણીયાના નામે શ્યામ ભુત સાથે કોઈએ વ્યવહાર ન કરવા સબંધે જાહેર ચેતવણી પ્રસિદ્ધ થઇ હતી. ઉપરાંત અમદાવાદ મુકામે ફરીયાદી વિરૂધ્ધ ચેક રીર્ટનના બે કેસો ચાલે છે એ રીતે જે ફરીયાદી ગામના કરોડો રૂપીયા હડપ કરી ગયેલ છે અને તેનુ કેરેકટર આ પ્રકારનુ હોવા છતા વેપારી વ્યક્તિને ખોટી રીતે હેરાન પરેશાન કરવાનુ પોલીસનુ એકશન વ્યાજબી નહી હોવાનુ અને કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશનની આવશ્યક્તા નહી હોવાનું રજુઆત કરી આગોતરા જામીન પર મુક્ત કરવા લંબાણપુર્વક દલીલો કરવામાં આવી હતી. જેથી અરજદારની આગોતરા જામીન ઉપર મુક્ત કરવાનુ મુનાસીફ માની આગોતરા જામીન ઉપર મુક્ત કરતો હુકમ ફરમાવવામા આવ્યો હતો.
- Advertisement -
ઉપરોક્ત કામમાં આરોપી પીયુષ ફળદુ વતી રાજકોટના એડવોક્ટ સુરેશ આર. ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, જય પીઠવા તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રિન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ, જસ્મીન દુધાગ્રા તથા અભય સભાયા રોકાયેલ હતા.