ખોટા ડોક્યુમેન્ટ, GST બિલ્સ, ઈન્વોઈસ બનાવ્યાનો આરોપ હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં રહેતાં ટ્રાન્સપોર્ટ કંપની એપ્સીલોન ટ્રેડલીંક એલ.એલ.પી. તથા એપ્લીલોન લોજિસ્ટીક એલ.એલ.પી. નામની કંપનીમાં ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે તેજશભાઈ પ્રભુદાસભાઈ રાજાણી નોકરી કરતા હોય તેમજ તેમની કંપનીના માલીક પ્રણવભાઈ હીંડોચા હોય અને રાજકોટ મુકામે કાલાવાડ રોડ ઉપર ડેકોરા પ્લાઝા બિલ્ડિંગમાં ફરિયાદીની કંપનીની ઓફીસ આવેલ હોય અને છેલ્લા 7 વર્ષથી કંપનીનું કામ ટ્રક મારફતે વસ્તુઓનું ટ્રાન્સપોર્ટેશન કરવાનું છે તેમજ સને 2023ના ઓક્ટોબર માસમાં અમદાવાદ મુકામે નવી બ્રાંચ શરૂ કરેલ જેમાં મેનેજર તરીકે અજીતકુમાર દુબેને જોબ લેટર સાથે નોકરીએ રાખેલ હતો. જે મેનેજર અજીતકુમાર ટ્રક ભાડે શોધતા અને તે બીલો અમે 80 ટકા ચૂકવી આપતા અને બાકી 20 માલ પહોંચ્યા બાદ ચૂકવતા હતા. અને રાજકોટ મેઈન ઓફીસ ખાતે કંપનીની મીટીંગમાં અજીતકુમાર પાસે બાકી નીકળતી રકમ બાબતે પૂછતા કોઈ માહિતી આપેલ નહીં અને ત્યારબાદ તમામ બીલો કે જેમાં 60 દિવસથી મોડી રકમો આવેલ નથી તેની તપાસ કરવામાં આવેલ અને ટેક્સ ઈન્વોઈસ, ઈ-વે બીલ, જીએસટી બીલ્સ ચેક કરતાં કુલ 35 જેટલા બનાવટી બીલો જણાય આવેલ અને બનાવટી બીલોવાળી રકમ અજીતકુમારે સગેવગે કરેલ હોય તેમજ ઓળવી ગયેલ હોય જે કંપનીના ધ્યાન ઉપર આવતા કંપનીના ફરિયાદીએ ગાંધીગ્રામ (યુનિ.) પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ 420, 465, 468, 471, 114 મુજબની ફરિયાદ નોંધાવેલ હતી. જેના અનુસંધાને આરોપીઓ નામે અજીતકુમાર સનેહી દુબે, દિપક ક્રિષ્નકુમાર શર્મા, પંકજ સુભાષચંદ્ર યાદવ, શૈલેન્દ્રસિંઘ ધરમપાલસિંઘ, સરીતાદેવી તારકેશ્ર્વર પાંડે, રાજેન્દ્ર રનજીતસિંઘ કટારીયા, રીનાસિંઘ બીપીનસિંઘ ઉપર ફરિયાદ નોંધાવેલ હતી. અને આ ફરિયાદના આધારે આ કામના આરોપીઓને પોલીસ દ્વારા ધરપકડ કરવાની બીક હોય જેથી આ કામના આરોપી નં. 3 પંકજ સુભાષચંદ્ર યાદવએ પોતાના વકીલ મારફત રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ હોય જેમાં આરોપી પંકજ સુભાષચંદ્ર યાદવના વકીલ મારફત કરવામાં આવેલ દલીલ અને નામદાર ગુજરાત હાઈકોર્ટ ચુકાદાઓને ધ્યાને લઈ તેમજ આરોપી વતી રોકાયેલા એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો તેમજ વડી અદાલતના રજૂ રાખેલ ચૂકાદાઓને ધ્યાનમાં લઈ રાજકોટ સેશન્સ કોર્ટે આ કામના આરોપી પંકજ સુભાષચંદ્ર યાદવને આગોતરા જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ છે.
- Advertisement -
આ કામમાં આરોપી વતી એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, યોગેશ એ. જાદવ, કેવીન એમ. ભંડેરી તેમજ મદદનીશમાં અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા
રોકાયેલા હતા.



