ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.22
મોરબી મહાનગરપાલિકાએ આજે શનાળા રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકાની ટીમે 50થી વધુ નાના-મોટા કાચા-પાકા દબાણો દૂર કર્યા હતા. મહાનગરપાલિકા દર બુધવારે શહેરના કોઈ એક વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ છે. છેલ્લા ચાર મહિનાથી મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં આ કામગીરી ચાલી રહી છે. શહેરના દરેક વોર્ડમાં શેરીઓ અને મુખ્ય માર્ગોની આસપાસ મોટા પ્રમાણમાં દબાણો જોવા મળે છે. મહાપાલિકાના અધિકારી સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી સમયમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આવી કામગીરી ચાલુ રહેશે. કોઈપણ પ્રકારના દબાણો મળી આવશે તો તેને દૂર કરવામાં આવશે. મહાપાલિકાનું આ અભિયાન શહેરને દબાણમુક્ત બનાવવાના હેતુથી ચલાવવામાં આવી રહ્યું છે.