નેપાળ-પંજાબની યુવતી પાસે લોહીનો વેપાર કરાવાતો હતો : રિસેપ્શનિસ્ટ સહિત બેની ધરપકડ
છ મોબાઈલ સહિત 39 હજારનો મુદામાલ કબ્જે : સૂત્રધાર અમરેલી-જસદણની બેલડીની શોધખોળ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં સ્પાની આડમાં ધમધમતા કુટણખાના બંધ કરાવવા પોલીસે જાણે કમર કસી હોય તેમ એક પછી એક સ્પાના ઓથાર હેઠળ ચાલતા લોહીના વેપલાનો પર્દાફાશ કરી રહી છે ત્યારે શહેરના પંચાયત ચોકમાં રિઅલ વેલનેસ સ્પાની આડમાં ચાલતા કુટણખાનામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે દરોડો પાડી રિસેપ્શનિસ્ટ યુવતી સહિત બેની ધરપકડ કરી હતી સૂત્રધાર અમરેલી અને જસદણની બેલડીની શોધખોળ હાથ ધરી છે અહીંયા સ્પાની આડમાં નેપાળ અને પંજાબની યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના બંધ કરાવવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાની સૂચનાથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાંત અને ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને માહિતી મળી હતી કે યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસે આવેલા રિઅલ વેલનેસ સ્પામાં સ્પાના ઓથાર હેઠળ કૂટણખાનું ધમધમી રહ્યું છે આ બાતમી આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો હતો, ડમી ગ્રાહક ત્યાં પહોંચતા રિસેપ્શનિસ્ટ કૃપાલી રમેશ ધડુકે ગ્રાહક પાસેથી એન્ટ્રીના 1 હજાર વસૂલ્યા હતા ત્યાર બાદ ગ્રાહકને રૂમમાં મોકલી દેવાયો હતો રૂમમાં પહોંચેલી યુવતીએ ગ્રાહક સાથે શરીર સંબંધ બાંધવા વધુ 3 હજાર વસૂલ્યા હતા કૂટણખાનું ચાલતું હોવાનું સ્પષ્ટ થતાં એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ પ્રગટ થઇ ગઇ હતી અને તુરંત રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી જૂનાગઢની કૃપાલી રમેશભાઈ ધડુક ઉ.22 અને મેનેજર સાધુ વાસવાણી રોડ પર આરએમસી ક્વાર્ટર્સમાં રહેતા ભાવિન દિલીપ દિલીપભાઈ ગોહિલની ધરપકડ કરી છ મોબાઇલ સહિત 39 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સ્પામાં જડતી લેતા ત્યાંથી નેપાળ અને પંજાબની યુવતીઓ મળી આવી હતી પકડાયેલ બેલડીએ એવી કબૂલાત આપી હતી કે તે ગ્રાહકો પાસેથી એન્ટ્રી ફી તેમજ શરીર સુખ માણવા માટે અલગથી રૂપિયા વસુલવામાં આવતા હતા સ્પા સંચાલક અમરેલીનો યોગેશ રમણીક જીકાદ્રા અને જસદણના ગઢાળાનો ભરત હરસુર પાડા હોવાનું ખૂલતા પોલીસે તે બંનેની શોધખોળ શરૂ કરી હતી.



