ખાસ-ખબર સંવાદદાતા
સિંહો દેશની આન બાન અને શાન છે. ત્યારે લોકો સિંહોને જોવા માટે સફારી પાર્ક, પ્રાણી સંગ્રહાલયમાં જવાનું પસંદ કરતા હોય છે. ત્યારે રાજુલા તાલુકાના કોવાયા ગામે એક સિંહ લટાર મારતો જોવા મળ્યો હતો. કોવાયા ગામ નજીક લક્ષ્મીનારાયણ મંદિર પાસે અલ્ટ્રાટેક સિમેન્ટ નજીક મોડીરાત્રે ડાલામથ્થો સિંહ લટાર મારતો જોવા મળ્યો હતો. અવારનવાર સિંહો કોવાયા ગામ આસપાસ લટાર મારતા જોવા મળતા હોય છે. પરંતુ પીપાવાવ કોસ્ટલ અને કોવાયા વિસ્તારમાં સિંહોનો કાયમી વસવાટ જોવા મળી રહ્યો છે. ત્યારે મોડીરાત્રે એક સિંહ કોવાયા ગામે અલ્ટાટ્રેક કંપની નજીક આવેલા લક્ષ્મીનારાયણ મંદિર પાસેથી અદભુત લાઇટ અને ડેકોરેશન મંદિર પાસેથી લટાર મારી હતી. જોકે સિંહની લટારનો વિડિયો મોબાઇલ કેમેરામા કેદ થયો હતો. હાલમાં વિડિયો સોશિયલ મિડિયામા ખુબ વાઇરલ થયો છે.
રાજુલાના કોવાયા ગામે લક્ષ્મીનારાયણ મંદિર પાસે વનરાજાના આંટાફેરા
