કેલિફોર્નિયાના કોચેલ્લા વેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પની રેલીની બહાર શનિવારે નકલી પાસ ધરાવતાં બંદૂકધારીની ધરપકડ કરવામાં આવી હતી. રિવરસાઇડ કાઉન્ટી શેરિફ ઑફિસના જણાવ્યાં અનુસાર, શનિવારે રેલી શરૂ થવાની થોડી જ ક્ષણો પહેલાં, એવન્યુ 52 અને કોચેલ્લામાં સેલિબ્રેશન ડ્રાઇવની નજીક એક ચેકપોઇન્ટ પર આ બંદૂકધારીની ધરપકડ કરવામાં આવી હતી.
વેમ મિલર તરીકે ઓળખાયેલ શંકાસ્પદ વ્યક્તિ પાસે લોડેડ શોટગન, હેન્ડગન અને ઉચ્ચ ક્ષમતાનું મેગેઝિન પણ હતું, અધિકારીઓને શંકા છે કે ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ વિરુદ્ધ આ ત્રીજો હત્યાનો પ્રયાસ હોઈ શકે છે.
- Advertisement -
પોલીસે લાસ વેગાસના રહેવાસી 49 વર્ષીય વેમ મિલરને રેલીના પ્રવેશદ્વારથી લગભગ અડધા માઈલના અંતરે એક ચેકપોઈન્ટ પર અટકાવ્યો હતો. તે નકલી પ્રેસ અને વીઆઇપી પાસ સાથે મળી આવ્યો હતો, જેણે શંકા ઊભી કરી હતી, મિલરને સરકાર વિરોધી જૂથનો ભાગ હોવાનું માનવામાં આવે છે જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યો હતો.
મિલરને શનિવારે જ 5000 ડોલરના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો અને 2 જાન્યુઆરી, 2025 ના રોજ તેને કોર્ટમાં હાજર થવાનું રહેશે. પોલીસે જણાવ્યું હતું કે, “આ ઘટનાથી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને કાર્યક્રમમાં હાજર રહેલાં લોકોની સુરક્ષાને અસર થઈ નથી.”
વેમ મિલર કોણ છે ? :
વેમ મિલર સામે નાના મોટા ગુનાઓનો ઈતિહાસ રહેલો છે અને તે સાર્વભૌમ નાગરિકોની ચળવળ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે, મિલર રાઈટ વિંગ એન્ટી ગવર્મેન્ટ જૂથનો સભ્ય પણ હોય શકે છે.એફબીઆઈ તેને “સરકાર વિરોધી ઉગ્રવાદી” ગણે છે. મિલર, રજિસ્ટર્ડ રિપબ્લિકન, કેલિફોર્નિયા સ્થિત સીબીડી કંપની પણ ધરાવે છે.