ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં યુવકે ખુલ્લેઆમ ધમકી આપી એક સમુદાયને લઈને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરતા હડકંપ : પોલીસ તપાસમાં લાગી
ઈન્સ્ટ્રાગ્રામ પર એક યુવકે પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભમાં આતંકી હુમલો કરવાની ધમકી આપી વાંધાજનક ભાષાનો પણ ઉપયોગ કરતાં હલચલ મચી છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
- Advertisement -
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ નસર પઠાનનાં નામે બનેલા ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટમાં એક યુવકની તસ્વીર છે. જેના ખભા પર બેગ ટીંગાડેલી છે. આ એકાઉન્ટમાંથી બપોરે ગઈ કાલે 3-14 વાગ્યે એક પોસ્ટ કરાઈ છે અને તેમાં એક સમુદાયને લઈને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરાયો છે. આ સાથે કુંભમાં આતંકી હુમલાની પણ ધમકી અપાઈ છે. યુવકે પોતાને ભવાનીપુર પૂર્ણિયા (બિહાર)નો રહેવાસી ગણાવ્યો છે. ઈન્સ્ટાગ્રામના આ યુઝરની માહીતી મેળવાઈ રહી છે. જયારે એએસપીએ જણાવ્યું હતું કે તપાસ શરૂ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીમાં શરૂ થનાર મહાકુંભની તડામાર તૈયારી થઈ રહી છે. ત્યારે વધુ કૂંભમેળામાં આતંકી હુમલાની આ વધુ એક ધમકી મળી છે. આ પહેલા પીલીભીતમાં ખાલીસ્તાન જીંદાબાદ ફોર્સનાં ત્રણ આતંકીઓનાં એન્કાઉન્ટર બાદ આતંકી પન્નુએ મહાકુંભને લઈને ધમકી આપી હતી.
આ મામલામાં પીલીભીત પોલીસે કેસ નોંધ્યો છે. જેની તપાસ થઈ રહી છે એક બાજુ ઉતર પ્રદેશની સરકાર મહાકુંભને લઈને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરી રહી છે. નાગા બાવાના વેશમાં કોઈ આતંકી કુંભમેળામાં ન ઘૂસી જાય તે માટે પણ જબરજસ્ત સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. ત્યારે એક યુવકે ઈન્સ્ટાગ્રામમાં વાંધાજનક ભાષા વાપરી મહાકુંભમાં આતંકી હુમલાની ધમકી મળતા પોલીસ તપાસમાં લાગી ગઈ છે.