ઈસરોએ નવા રોકેટ દ્વારા એક વર્ષ માટે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ (EOS-8) લોન્ચ કરી દીધો છે.
ઈસરોએ વધુ એક સેટેલાઈટ પૃથ્વીની ભ્રમણકક્ષામાં મોકલ્યો છે. ઈસરોએ આજે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી SSLV-D3 નામના નવા રોકેટ દ્વારા અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ લોન્ચ કર્યો છે. EOS-8 475 કિમી ઉપર રહીને નીચલી કક્ષામાં રહીને પૃથ્વીની આસપાસ ચક્કર લગાવશે અને ઈસરોની ઘણી બધી મદદ કરશે.
EOS-8 સેટેલાઈટ શું કામ કરશે
- Advertisement -
475 કિમી ઉપર સ્થાપિત થનારા આ સેટલાઈટ ઘણી બધી બાબતો પર ધ્યાન રાખશે. આવનારી કુદરતી આપદાઓ, હવામાનમાં ફેરફાર, જ્વાળામુખી, પૂર, જંગલની આગ પર નજર રાખશે અને વેળાસર તેની માહિતી ઈસરોને મોકલી આપશે. EOS-8 ઉપગ્રહ પૃથ્વીની ઉપર નીચી ભ્રમણકક્ષામાં એટલે કે 475 કિલોમીટરની ઊંચાઈએ ફરશે. અહીંથી આ સેટેલાઇટ અન્ય ઘણી ટેક્નિકલ મદદ પણ આપશે.
ઈસરોએ ઈતિહાસ રચ્યો
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને (ISRO) ફરી એકવાર ઈતિહાસ રચી દીધો છે. ઈસરોએ SSLV D3 રોકેટ દ્વારા EOS-08 લોન્ચ કર્યો છે જે પૃથ્વીની ઉપર લગાવીને ચક્કર લગાવશે.