મફતની કીટ મેળવવા ધસારો થતા દુર્ઘટના
આંધ્રપ્રદેશના તેલુગુદેશમ પાર્ટીના પ્રમુખ એન. ચંદ્રાબાબુ નાયડુના કાર્યક્રમમાં ચાર જ દિવસમાં ભાગદોડનો બીજો બનાવ બન્યો હતો. તેમાં ત્રણ મહિલાઓના મોત નિપજ્યા હતા. જ્યારે 18થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ પૂર્વે 28 ડીસેમ્બરે નેલ્લોરમાં આવા કાર્યક્રમ દરમ્યાન સર્જાયેલી ભાગદોડમાં આઠ લોકો મોતને ભેટ્યા હતા.
- Advertisement -
આ વખતે ગંતૂરમાં કાર્યક્રમ પતાવીને ચંદ્રાબાબુ રવાના થયા બાદ કાર્યકરોએ મફત કપડા તથા રાશન કીટનું વિતરણ શરુ કર્યું હતું અને તેમાં ભાગદોડ સર્જાઇ હતી. ત્રણ મહિલાઓના કચડાઈને મૃત્યુ થયા હતા. મપતનો સામાન મેળવવા હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. બે વાગ્યાથી લોકો જમા થવા લાગ્યા હતા અને ચંદ્રાબાબુ છેક સાંજે 6 વાગ્યે આવ્યા હતા.
ચંદ્રાબાબુ રવાના થયા બાદ કાર્યકરો ભીડને નિયંત્રીત કરી શક્યા ન હતા ત્યારે વાહનોમાંથી ગીટના ઘા કરવા પડ્યા હતા. પરિણામે વિતરણ અટકાવી દીધું હતું. પરંતુ ત્યાં સુધીમાં હાલત બેકાબૂ બની ગઇ હતી. એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અન્ય બેના હોસ્પીટલમાં મોત થયા હતા. ચંદ્રાબાબુએ શોક વ્યક્ત કરીને ઘાયલોની કાળજી લેવા કાર્યકરોને સુચના આપી હતી.